ત્રણ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા ઈથેનોલ પ્લાન્ટ સ્થાપવામાં આવશે

નવી દિલ્હી: રાજ્ય સંચાલિત ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશનને 2025 સુધીમાં 20% ઇથેનોલ સંમિશ્રણ લક્ષ્યને પહોંચી વળવા માર્ગ નકશાના ભાગરૂપે લગભગ 12 ઇથેનોલ ઉત્પાદન પ્લાન્ટ સ્થાપવા માટે કહેવામાં આવ્યું છે અને શરુ કરવા ઓર્ડર કરવામાં આવ્યો છે.

ફાઇનાન્શિયલ એક્સપ્રેસમાં પ્રકાશિત સમાચાર અનુસાર, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સચિવ તરુણ કપૂરે જણાવ્યું હતું કે, ત્રણ મોટી ઓઇલ કંપનીઓને 1,000 કરોડ લિટર માંથી વાર્ષિક 150 કરોડ લિટર ઇથેનોલ ઉત્પાદન ક્ષમતાના પ્લાન્ટ સ્થાપવા માટે કહેવામાં આવ્યું છે, જેથી આ 2025 સુધીમાં લક્ષ્યાંક પૂરો કરવામાં મદદ કરશે.

કપૂરે કહ્યું, આ માટે 5,000 કરોડથી 7,000 કરોડ રૂપિયાનું રોકાણ થશે. આ કંપનીઓ અન્ય ઉત્પાદકો પાસેથી મેળવેલ ઇથેનોલ માટે સ્ટોરેજ સુવિધાઓ પણ સ્થાપશે, કારણ કે અંતિમ મિશ્રણ રિફાઇનર્સ અને ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા કરવામાં આવે છે. નાણાકીય વર્ષ 21 માં ભારતે 5% ની સંમિશ્રણ ટકાવારી હાંસલ કરી લીધી છે. આ વર્ષે, એક અંદાજ છે કે ભારત 8% સંમિશ્રણ સરેરાશને પાર કરશે.

કપૂરે તાજેતરમાં એક વેબિનારમાં કહ્યું હતું કે, અમે આ વર્ષે લગભગ 330-340 કરોડ લિટરની પ્રાપ્તિની અપેક્ષા રાખીએ છીએ, જે ગયા વર્ષે 173 કરોડ લિટરની સરખામણીમાં હતી. હાલમાં, પેટ્રોલ 10% ઇથેનોલ સાથે વેચવામાં આવી રહ્યું છે જે E10 છે, જ્યારે 2025નું લક્ષ્ય E20 સુધી પહોંચવાનો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here