સરકારે એર કંડિશનરની આયાત પર પ્રતિબંધ મુકવા સાથે ઘરેલું ઉત્પાદન વધારવા પગલા ભર્યા

નવી દિલ્હી ; સરકારે ગુરુવારે રેફ્રિજરેન્ટસ વાળા એર કંડિશનરની આયાત પર પ્રતિબંધ મૂક્યો હતો. ઘરેલું ઉત્પાદનને પ્રોત્સાહન આપવા અને બિનજરૂરી ચીજોની આયાત ઘટાડવાના હેતુથી આ પગલું લેવામાં આવ્યું છે. ડિરેક્ટોરેટ જનરલ ફોરેન ટ્રેડએ એક જાહેરનામામાં જણાવ્યું છે કે, રેફ્રિજરેન્ટ વાળા એર કંડિશનરની આયાત અંગે નીતિમાં પરિવર્તન આવ્યું છે. આ અંતર્ગત, તેને મુક્ત કેટેગરીમાંથી દૂર કરીને પ્રતિબંધિત યાદી માં મૂકવામાં આવ્યો છે.

ઘરેલું ઉત્પાદન વધારવા અને બિન-જરૂરી ચીજવસ્તુઓની આયાત ઘટાડવા માટે સરકાર પગલાં લઈ રહી છે. આ અગાઉ, જૂનમાં સરકારે કાર, બસો અને મોટરસાયકલોમાં વપરાતા નવા ન્યુમેટીક ટાયરની આયાત પર પ્રતિબંધ મૂક્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here