ભારતમાં એક જ દિવસમાં સૌથી વધુ 4,14,188 નવા કેસ સામે આવ્યા

98

નવી દિલ્હી: દેશમાં કોરોના રોગચાળો સતત વિસ્ફોટક બની રહ્યો છે, છેલ્લા 24 કલાકમાં 4,14,188 નવા કોવીડ -19 કેસ નોંધાયા છે. 6 મેના રોજ, દેશમાં 4,12,262 નવા COVID કેસ નોંધાયા બાદ આ સૌથી વધારે કેની સનાખ્ય સામે આવી છે. આ સાથે, દેશમાં પોઝિટિવ કેસની સંખ્યા 2,14,91,598 પર પહોંચી ગઈ છે. ઉપરાંત, છેલ્લા 24 કલાકમાં, 3,31,507 કોરોના દર્દીઓ સ્વસ્થ થઈ ગયા છે અને કોવીડ સંબંધિત મૃત્યુ સાથે કુલ મૃત્યુનો આંક 2,34,083 પર પહોંચી ગયો છે.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર) એ કહ્યું કે 6 મે સુધીમાં કુલ 29,86,01,699 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે, જેમાંથી ગુરુવારે 18,26,490 નમૂનાઓનું પરીક્ષણ કરાયું હતું. 6 મે સુધીમાં, દેશમાં 16,49,73,058 રસીકરણ ડોઝ આપવામાં આવ્યા છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here