IMFના અંદાજ મુજબ આ વર્ષે ભારતીય અર્થતંત્ર 9.5 ટકાના દરે વૃદ્ધિ કરશે

મંગળવારે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (IMF) દ્વારા બહાર પાડવામાં આવેલા તાજેતરના અંદાજ મુજબ, ભારતની અર્થવ્યવસ્થા 2021 માં 9.5 ટકા અને 2022 માં 8.5 ટકા રહેવાની ધારણા છે. નાણાકીય વર્ષ 2020-21 દરમિયાન અર્થતંત્રમાં 7.3 ટકાનો ઘટાડો થયો હતો.

આઇએમએફના તાજેતરના વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક (WEO) એ આ વર્ષે જુલાઇમાં બહાર પાડવામાં આવેલા તેના અગાઉના અંદાજ મુજબ ભારતની વૃદ્ધિની આગાહી રાખી છે, જોકે તે તેના એપ્રિલના અંદાજ કરતાં 1.6 ટકા ઓછી છે. IMF અને વિશ્વ બેંકની વાર્ષિક બેઠક પહેલા બહાર પાડવામાં આવેલા તાજેતરના WEO મુજબ, સમગ્ર વિશ્વનો વિકાસ દર 2021 માં 5.9 ટકા અને 2022 માં 4.9 ટકા રહેવાનો અંદાજ છે.

યુ.એસ. આ વર્ષે છ ટકા અને આગામી વર્ષે 5.2 ટકા વૃદ્ધિનો અંદાજ છે. આ આગાહીઓ અનુસાર, ચીનની અર્થવ્યવસ્થા 2021 માં આઠ ટકા અને 2022 માં 5.6 ટકાના દરે વિકાસ કરી શકે છે. આઈએમએફના મુખ્ય અર્થશાસ્ત્રી ગીતા ગોપીનાથે જણાવ્યું હતું કે, તેમના જુલાઈના અનુમાનની સરખામણીમાં, 2021 માટે વૈશ્વિક વૃદ્ધિનો અંદાજ નજીવો સુધારીને 5.9 ટકા કરવામાં આવ્યો છે અને 2022 માટે તે 4.9 ટકા જેટલો જ રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here