ઇથેનોલ ઉત્પાદનમાં ઘણી કંપનીઓનો રસ વધી રહ્યો છે

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારની ઇથેનોલ બ્લેન્ડિંગ પોલિસી હવે પોતાનો રંગ દેખાડી રહી છે, દેશ અને દુનિયાની ઘણી કંપનીઓ ભારતમાં ઇથેનોલ પ્લાન્ટ સ્થાપવામાં રસ દાખવી રહી છે. પેટ્રોલિયમ પેદાશોની આયાત પાછળ જંગી માત્રામાં વિદેશી હૂંડિયામણ ખર્ચવામાં આવે છે. આ ચિત્ર બદલવા માટે કેન્દ્ર સરકારે 2014થી ઇથેનોલ ઉત્પાદનને પ્રોત્સાહન આપ્યું છે. છેલ્લા સાત-આઠ વર્ષમાં દેશે પેટ્રોલમાં ઇથેનોલ મિક્સ કરીને 50,000 કરોડ રૂપિયાનું વિદેશી હૂંડિયામણ બચાવ્યું છે. ભારતે આ વર્ષે જૂનમાં નિર્ધારિત સમય કરતાં પાંચ મહિના અગાઉ સમગ્ર દેશમાં સરેરાશ 10% સંમિશ્રણનું લક્ષ્ય હાંસલ કરી લીધું છે.

નેક્સજેન એનર્જી, ભારતની સૌથી ઝડપથી વિકસતી સ્વચ્છ ઇંધણ ઊર્જા કંપની, હવે ઇથેનોલ ઉત્પાદન સેગમેન્ટમાં પ્રવેશવાની અને સમગ્ર દેશમાં પ્લાન્ટ સ્થાપવાની યોજના ધરાવે છે. તમને જણાવી દઈએ કે નેક્સજેન એનર્જી કંપની ઈથેનોલ ઉત્પાદનમાં લગભગ 300 કરોડ રૂપિયાનું રોકાણ કરવા જઈ રહી છે. આગામી નાણાકીય વર્ષમાં તેના આગામી પ્રોજેક્ટ્સમાં 300 કરોડનું રોકાણ કરશે. ડૉ. પીયૂષ દ્વિવેદીએ, પ્રેસિડેન્ટ, નેક્સજેન એનર્જી લિમિટેડ જણાવ્યું હતું કે, “અમે ભારતમાં ઇથેનોલ ઉત્પાદનને વેગ આપવા માટે અમારા પ્રોજેક્ટનો વિસ્તાર કરીશું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here