ભારતમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 2 લાખની અંદર પહોંચી

કોરોનાને લઈને ભારતમાં સારા સમાચાર છે. એક બાજુ ભારતના હેલ્થ વર્કરો કોરોનાની રસી લઇ રહ્યા છે ત્યાં બીજી બાજુ હેલ્થ મિનિસ્ટ્રીએ આજે બહાર પડેલા કોરોનાના આંકડા મુજબ ભારતમાં કોરોનાના એક્ટિવ દર્દીઓની સંખ્યા ઘટીને હવે 2 લાખની અંદર પહોંચી ગઈ છે. ભારતના આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરેલા ફિગર મુજબ આજે ભારતમાં વધુ 16,988 દર્દીઓ રિકવર થતા ભારતમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા ઘટીને હવે 1,97.201 થઇ ગઈ છે.

છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોનાના વધુ 13,823 દર્દીઓ નોંધાતા કુલ આંકડો 1,05,95,660 પર પહોંચ્યો છે પણ સાથોસાથ 16,988 દર્દીઓ છેલ્લા 24 કલાકમાં સાજા થતા ભારતમાં સાજા થનાર દર્દીઓની કુલ સંખ્યા પણ વધીને હવે 1,02,45,741 પર પહોંચી ગઈ છે. ભારતમાં કોરોના કાબુમાં આવી રહ્યો છે તે જોતા ભારતમાં એક્ટિવ કેસની સંખ્યામાં આગામી બે મહિનામાં એક લાખની અંદર પહોંચી જશે તેવું માનવામાં આવી રહ્યું છે.

જોકે છેલ્લા 24 કલાકમાં વધુ 162 દર્દીઓના કોરોનાને કારણે મોત નિપજતા કુલ મૃતકોની સંખ્યા 1,52,718 પાર પહોંચી છે. હાલ કેરાલા અને મહારાષ્ટ્રને બાદ કરતા તમામ રાજ્યોમાં એક્ટિવ કેસની સંખ્યા ચાર આંકડામાં આવી ગઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here