કોરોનવાઈરસના દર્દીઓની સંખ્યા 18.50 લાખને પાર

કોરાનાં ના કેસ દેશમાં ઝડપથી વધી રહ્યા છે અને તેને કારણે દેશભરમાં કોરોના વાયરસથી સંક્રમિત થયેલા દર્દીઓની કુલ સંખ્યા 18 લાખને પાર પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 52,050 નવા કેસ સામે આવ્યાં છે. દેશમાં કોરોનાના અત્યાર સુધીમાં 18,55,745 કેસ નોંધાયા છે. જ્યારે સાજા થયેલા દર્દીઓની સંખ્યા 12,30,509 સુધી પહોંચી ગઈ છે. આજે સતત છઠ્ઠા દિવસે દેશભરમાં કોવિડ-19ના 50 હજારથી વધુ કેસ આવ્યાં છે.

દેશભરમાં કોરોનાથી અત્યાર સુધીમાં 38,938 લોકોના મૃત્યુ થયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાથી દેશભરમાં 803 લોકોના મોત થયા છે. જો કે રિકવરી રેટ વધીને 66.30 ટકા થયો છે. જ્યારે પોઝિટિવિટી રેટ 7.86 ટકા થયો. સંક્રમણના કુલ કેસમાં વિદેશી નાગરિક પણ સામેલ છે. કેન્દ્ર સરકારે સોમવારે કહ્યું કે ભારતે કોવિડ-19ના બે કરોડથી વધુ ટેસ્ટ કર્યા છે. જે એક મહત્વપૂર્ણ ઉપલબ્ધિ છે. સંક્રમિત લોકોની સમયસર ભાળ મળતા તેમને જલદી ક્વોરન્ટાઈનમાં મોકલવા અને જલદી ઉપચાર શરૂ કરવાની મહત્વપૂર્ણ રણનીતિ મુજબ આ કવાયતને અંજામ અપાયો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here