ભારતમાં કોરોનાના નવા દર્દીઓની સંખ્યા 10,000ની નીચે પહોંચી; દેશમાં હવે એક્ટિવ કેસની સંખ્યા 1,43,625 પર

નવી દિલ્હી: કેન્દ્રીય આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયે મંગળવારે મુજબ ભારતમાં છેલ્લા 24 કલાકમાં 9,110 કોરોનાના નવા કેસ નોંધાયા છે. એક દિવસમાં કોરોનાના કેસ 10 હજાર થી નીચે જતા અને 14,016 દર્દીઓ સાજાને થઈને ઘેરપાછા ફરતા તંત્રે રાહતનો શ્વાસ લીધો છે.

આ સાથે, દેશમાં કેસની કુલ સંખ્યા 1,08,47,304 પર પહોંચી ગઈ છે, જેમાં 1,43,625 સક્રિય કેસ અને 1,05,48,521 રિકવર કેસનો સમાવેશ થાય છે.
છેલ્લા 24 કલાકમાં વાયરસના કારણે 78 લોકોના મોત સાથે મૃત્યુની સંખ્યા 1,55,158 થઈ ગઈ છે.

દેશમાં અત્યાર સુધીમાં લગભગ 62,59,008 કોરોનાવાયરસ રસી આપવામાં આવી છે.

COVID-19 માટે અત્યાર સુધીમાં કુલ 20,25,87,752 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. આમાંથી 6,87,138 સોમવારે પરીક્ષણ કરાયા હોવાનું ભારતીય તબીબી સંશોધન પરિષદ (આઈસીએમઆર) એ માહિતી આપી હતી.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે (એમએચએફડબ્લ્યુ) સોમવારે જણાવ્યું છે કે, ભારતમાં છેલ્લા 10 દિવસથી દરરોજ 150 કરતાં ઓછા દર્દીઓના મૃત્યુ નોંધાઈ રહી છે.

મંત્રાલયે ઉમેર્યું કે, પ્રોમ્પ્ટ ટ્રેસિંગ અને ટ્રેકિંગ, આક્રમક અને વ્યાપક પરીક્ષણ સહિતના નિયંત્રણની અસરકારક વ્યૂહરચના, પ્રમાણિત ક્લિનિકલ મેનેજમેન્ટ પ્રોટોકોલ્સ સાથે મળીને, ઓછા દૈનિક હકારાત્મક કેસો ઉપરાંત, મૃત્યુદરની નીચી સપાટીને સુનિશ્ચિત કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here