ભારતમાં સાજા થનાર દર્દીઓની સંખ્યા 2 કરોડને પાર

કોરોનાના કેસ અને સાજા થનાર દર્દીઓની સંખ્યા લગભગ સમાંતર જોવા મળી હતી.ભારતે શુક્રવારે 343,144 તાજા કોવિડ -19 કેસ નોંધાવ્યા હતા, આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, કુલ કેસની સંખ્યા 24,046,809 થયો છે. 24 કલાક દરમિયાન 3,44,776દર્દી સાજા થયા હતા.કુલ સાજા થનાર દર્દીની સંખ્યા હવે બે કરોડને પાર નીલકી ગઈ છે. હાલ ભારતમાં કુલ સાજા થનાર દર્દીઓની સંખ્યા 2,00,79,599 પર જોવા મળી હતી. આજે વાયરસથી મૃત્યુનો આંકડો 4,000 વધી કુલ 262,317 પર પહોંચ્યો હતો.

ગુરુવારે સરકારે જણાવ્યું હતું કે વાયરસ ફરીથી ત્રાટકી શકે છે અને તેથી રાજ્યોના સહયોગથી રાષ્ટ્રીય સ્તરે તૈયારી કરવાની રહેશે. નીતિ આયોગ સભ્ય (સ્વાસ્થ્ય) વી કે પૌલે જણાવ્યું હતું કે દેશમાં ઓગસ્ટથી ડિસેમ્બર વચ્ચે પાંચ મહિનામાં બે અબજ ડોઝ કોવિડ -19 રસી ઉપલબ્ધ કરવામાં આવશે, જે સમગ્ર વસ્તીને રસી આપવા માટે પૂરતી છે. તેમણે ઉમેર્યું કે, રશિયન કોવિડ રસી સ્પુટનિક વી પણ આગામી સપ્તાહ સુધીમાં ઉપલબ્ધ થવાની સંભાવના છે.

ગઈકાલે ભારતમાં 20,27,162 લોકોને રસી આપવામાં આવી હતી.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here