પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મુંબઈના ગોરેગાંવમાં આગની દુર્ઘટનાને કારણે થયેલી જાનહાનિ પ્રત્યે શોક વ્યક્ત કર્યો છે. પ્રધાનમંત્રીએ PMNRF તરફથી દરેક મૃતકના નજીકના સંબંધીઓને રૂ. 2 લાખ અને ઘાયલોને રૂ. 50,000 ની એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી હતી.
પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વીટ કર્યું;
“મુંબઈના ગોરેગાંવમાં આગની દુર્ઘટનાને કારણે થયેલી જાનહાનિથી વ્યથિત છું. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના. હું પ્રાર્થના કરું છું કે ઘાયલો જલ્દી સ્વસ્થ થઈ જાય. સત્તાવાળાઓ અસરગ્રસ્તોને તમામ શક્ય સહાય પૂરી પાડી રહ્યા છે.
દરેક મૃતકના નજીકના સંબંધીઓને PMNRF તરફથી 2 લાખ આપવામાં અને ઘાયલોને રૂ. 50,000 એક્સ-ગ્રેશિયા અપાશે.: PM”