વડા પ્રધાન આજે દેશને રાત્રે 8 વાગે સંબોધન કરશે

116

દેશના વડા પ્રધાન નરેદ્ન્ર મોદી આજે રાત્રે 8 વાગે રાષ્ટ્રને સંબોધન કરવા જઈ રહ્યા છે. ગઈકાલે દેશના તમામ મુખ્ય મંત્રીઓ સાથે વાતચીત કર્યા બાદ વડા પ્રધાન દેશને સંબોધન કરવા જઈ રહ્યા છે.

સ્વાભાવિક રીતેજ આવતા રવિવારે લોકડાઉન પૂરું થઇ રહ્યું છે ત્યારે હવે દેશમાં સરકારનો શું નવો નિર્ણય આવશે તેના પાર સૌની મીટ છે.આજથી દેશમાં રેલવે દ્વારા 30 ટ્રેન શરુ કરવામાં આવી રહી છે ત્યારે લોકો માટે ટ્રેન વ્યવહાર પણ શરુ થઇ રહ્યો છે અને તેના કારણે લોકોને આશા છે કે હવે લોકડાઉનમાં ઘણી છૂટની જાહેરાત પણ કરવામાં આવી શકે છે.

મોદી પોતાના રાષ્ટ્રને સંબોધનમાં સ્વાભાવિક રીતે જ કોરોના વોરિયર્સની પીઠ પણ છાબડવાનું ચુકશે નહિ અને દેશના તમામ લોકોનો પણ આભાર માનશે કારણ કે સરકાર એવું માની રહી છે કે લોકોના સાથ સહકારથી લોકડાઉન સફળ બનાવીને ભારતમાં મોતની સંખ્યા ઘણી ઓછી છે અને દેશની વાત કરીએ તો બીજા દેશની સરખામણીમાં કેસની સંખ્યા પણ ઓછી છે.

ગઈકાલે મુખ્ય મંત્રીઓ સાથેની વાતચીત બાદ એ વાત તો નક્કી થઇ ચુકી છે કે લોકડાઉનનું ચોથું ચરણ આવશે અને તેનું સ્વરૂપ જુદું હશે.કારણ કે હવે લોકોને કોરોનાથી બચાવા છે પણ સાથોસાથ અર્થ વ્યવસ્થા કેવી રીતે પટરી પણ લાવી શકાય તે અંગે પણ વિચારવાનું છે ત્યારે તે અંગે મોદીના સંબોધનમાં વાત આવી શકે છે. લોકડાઉનનો ચોથો તબક્કો તો આવશે પણ તેમાં શું છૂટછાટ મળે છે તે જોવાનું રહ્યુંઅને સરકાર પણ રાજ્ય સરકારને ઓરેન્જ ઝોન,ગ્રીન ઝોન અને રેડ ઝોન જાતે નક્કી કરે તેવું પણ આ સંબોધનમાં આવી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here