પ્રધાનમંત્રી 12 ઓગસ્ટનાં રોજ મધ્યપ્રદેશની મુલાકાત લેશે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 12 ઓગસ્ટ, 2023નાં રોજ મધ્યપ્રદેશની મુલાકાત લેશે. લગભગ 2:15 વાગ્યે તેઓ સાગર જિલ્લા પહોંચશે, જ્યાં તેઓ સંત શિરોમણી ગુરુદેવ શ્રી રવિદાસજી સ્મારક સ્થળ ખાતે ભૂમિ પૂજન કરશે. પ્રધાનમંત્રી બપોરે લગભગ 3:15 વાગ્યે ધનામાં એક જાહેર કાર્યક્રમમાં સહભાગી થશે, જ્યાં તેઓ સંત શિરોમણી ગુરુદેવ શ્રી રવિદાસજી સ્મારકનો શિલાન્યાસ કરશે.

પ્રધાનમંત્રીએ કરેલી કામગીરીની વિશેષતા એ અગ્રણી સંતો અને સમાજ સુધારકોનું સન્માન કરવું એ વિશેષ વિશેષતા રહી છે. તેમના વિઝનથી પ્રેરિત થઈને સંત શિરોમણી ગુરુદેવ શ્રી રવિદાસજી મેમોરિયલનું નિર્માણ 11.25 એકરથી વધુ વિસ્તારમાં અને રૂ. 100 કરોડથી વધુના ખર્ચે કરવામાં આવશે. ભવ્ય સ્મારકમાં સંત શિરોમણી ગુરુદેવ શ્રી રવિદાસજીના જીવન, ફિલસૂફી અને ઉપદેશોને પ્રદર્શિત કરવા માટે એક પ્રભાવશાળી આર્ટ મ્યુઝિયમ અને ગેલેરી હશે. તેમાં સ્મારકની મુલાકાતે આવતા શ્રદ્ધાળુઓ માટે સુવિધાઓ પણ હશે, જેમ કે ભક્ત નિવાસ, ભોજનાલય વગેરે.

કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી રૂ. 4000 કરોડથી વધારેનાં મૂલ્યનાં રેલવે અને માર્ગ ક્ષેત્રનાં વિવિધ પ્રોજેક્ટ દેશને અર્પણ કરશે તથા ખાતમુહૂર્ત કરશે.

પ્રધાનમંત્રી કોટા-બીના રેલ માર્ગને બમણો કરવાનાં પ્રતીક સ્વરૂપે આ પ્રોજેક્ટ દેશને અર્પણ કરશે. અંદાજે રૂ. 2475 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલો આ પ્રોજેક્ટ રાજસ્થાનના કોટા અને બરાન જિલ્લામાંથી પસાર થાય છે તથા મધ્યપ્રદેશમાં ગુના, અશોકનગર અને સાગર જિલ્લામાંથી પસાર થાય છે. વધારાની રેલવે લાઇનથી વધુ સારી ગતિશીલતા માટેની ક્ષમતામાં વધારો થશે અને માર્ગ પર ટ્રેનની ગતિ સુધારવામાં મદદ મળશે.

પ્રધાનમંત્રી રૂ. 1580 કરોડથી વધારેનાં ખર્ચે બનેલી બે રોડ પરિયોજનાઓનો શિલાન્યાસ કરશે. જેમાં મોરીકોરી – વિદિશા – હિનોટિયાને જોડતો ફોર-લેન રોડ પ્રોજેક્ટ અને હિનોટિયાને મેહલુવા સાથે જોડતો રોડ પ્રોજેક્ટ સામેલ છે.

(Source: PIB)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here