ચંદીગઢ: પંજાબના કૃષિ પ્રધાન કુલદીપ સિંહ ધાલીવાલે કેન્દ્રીય કૃષિ પ્રધાન નરિન્દર સિંહ તોમરને એક પત્ર લખ્યો છે. જેમાં રાજ્યના ખેડૂતોને દેવાની જાળ, ઘઉં-ડાંગરના ચક્ર માંથી બહાર આવવા અને ફળો અને શાકભાજી સિવાય પાક વૈવિધ્યકરણની ખેતીને પ્રોત્સાહન આપવા અને મદદ માટે કેન્દ્રને વિનંતી કરી હતી.. ધાલીવાલે પરાલી બાળવાના વલણને રોકવા, સરહદી પ્રદેશના ખેડૂતોની મુશ્કેલીઓ હળવી કરવા અને ખેતીમાં પાણી બચાવવા અને જીવાતોના હુમલાને રોકવા માટે આધુનિક સાધનોનો ઉપયોગ કરવા નાણાકીય પેકેજની માંગ કરી હતી.
ધ પાયોનિયરમાં પ્રકાશિત સમાચાર અનુસાર મધ્ય પૂર્વમાં કૃષિ અને બાગાયતી ઉત્પાદનોની નિકાસ ખોલવાની પણ માંગ પણ પત્ર માં કરવામાં આવી છે. જેથી કરીને રાજ્યના ખેડૂતોની આવકમાં વધારો થઈ શકે, ધાલીવાલ રાજ્યોના કૃષિ અને બાગાયત મંત્રીઓની રાષ્ટ્રીય પરિષદમાં હાજરી આપવા બેંગલુરુમાં હતા, જ્યાં તેઓ વ્યક્તિગત રીતે કેન્દ્રીય કૃષિ પ્રધાનને મળ્યા હતા અને રાજ્યના ખેડૂતો માટે નાણાકીય રાહતની માંગણી કરી હતી. છેલ્લા ચાર દાયકામાં દેશને અનાજ, ઘઉં અને ચોખા પ્રદાન કરવામાં પંજાબના યોગદાનનો ઉલ્લેખ કરતાં મંત્રી ધાલીવાલે કહ્યું કે કેન્દ્રની નૈતિક ફરજ તરીકે, રાજ્યના ખેડૂતોને જળ સંરક્ષણ અને ઉચ્ચ મૂલ્યના પાક (કપાસ,દાળ ફાળો અને શાકભાજી,શેરડી, તેલીબિયાંમાં વૈવિધ્યીકરણ કરવામાં મદદ કરવા માટે પૂરતા ભંડોળની સ્થાપના કરવી જોઈએ