તામિલનાડુની સરકાર જૂન મહિનામાં પણ કાર્ડ ધારકોને મફતમાં રાશન આપશે

કોરોનાવાઇરસ જે રીતે ઝડપથી પ્રસરી રહ્યો છે તેનાથી નિપટવા માટે સરકાર ઝડપથી પગલાં ભરી રહી છે. કોરોનાવાઇરસથી બચવા અને તેને રોકવા માટે સરકાર પણ જોરશોરથી કામ કરી રહી છે. સાથોસાથ ભારતના ગરીબ લોકો અને પ્રવાસી મજ઼દૂરોનું પણ પૂરતું ધ્યાન રાખવા સરકાર આગળ આવી છે. લોકડાઉન વધારવાના પગલે જૂન મહિનામાં પણ કાર્ડધારકોને મફતમાં રાશન આપશે.

તેમને એમ પણ જણાવ્યું હતું કે જે શ્રમિકો ફસાયા છે તેઓને તેમના વતન મોકલવા માટે સરકાર બધા જ પ્રયત્ન કરી રહી છે.તામિલનાડુ રાજ્યના લોકોને ટીવી પર સંબોધન કરતા મુખ્ય મંત્રીએ જણાવ્યું હતું કે લોકડાઉનની ઘોષણા કરવામાં આવી ત્યારે એપ્રિલમાં મફત રાશન આપવાની વાત કરવામાં આવી હતી અને હવે 17 મેં સુધી લોકડાઉન વધારવામાં આવ્યું છે ત્યારે સરકારે પણ મફતમાં રાશન આપવાનું નક્કી કર્યું છે.

વાઇરસ વધુ ફેલાતો અટકાવ માટે લોકડાઉન બે સપ્તાહ વધારવામાં આવ્યું છે ત્યારે બધા જ રાશન ધારકોને જૂન મહિનામાં મફત ચોખા, ખાંડ, દાળ અને ખાદ્ય તેલ દેવામાં આવશે. લોકડાઉન દરમિયાન કોઈ ભૂખ્યા ન સુવે તે જોવાની સરકારની જવાબદારી છે તેમ મુખ્ય મંત્રીએ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here