ભારતમાં કોરોનાના નવા 43,733 કેસ સામે આવ્યા

66

ભારતમાં કોરોનાના કેસમાં ફરી થોડો વધારો થતો જોવા મળ્યો છે. ગઈકાલે ભારતમાં નવા 43,733 નવા કેસ જોવા મળ્યા હતા. જે તેના પહેલા દિવસે 37000 આસપાસ જોવા મળ્યા હતા. સાથોસાથ મૃતકોની સંખ્યામાં પણ વધારો જોવા મળ્યો છે અને છેલ્લા 24 કલાકમાં ભારતમાં 930 લોકોના કોરોનાને કારણે મોટ નિપજ્યા હતા.

ભારતમાં છેલ્લા 24 કલાક દરમ્યાન નોંધાયેલા નવા 43,733 કેસ સાથે ભારતમાં કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા 3,05,63,665 જોવા મળી હતી જ્યારે છેલ્લા 24 કલાકમાં ભારતમાં સાજા થનાર દર્દીઓની સંખ્યા 47,240 નોંધાઈ હતી. આ સાથે ભારતમાં કુલ સાજા થનાર દર્દીઓની સંખ્યા 2,97,99,534 જોવા મળી હતી

ભારતમાં કોરોનાના હાલ 4,59,920 દર્દીઓ સારવાર હેઠળ છે. તેમના 45% જેટલા દર્દીઓ હોમ આઇસોલેશનમાં જોવા મળ્યા છે.ભારતમાં કોરોનાથી કુલ 4,04,211 લોકોના મોત નિપજ્યા છે.

ભારતમાં ગઈકાલે કુલ 35,05,998 લોકોને કોરોના ની રસી આપવામાં આવી હતી જ્યારે અત્યાર સુધીમાં કુલ 36,13,23,548 લોકોને રસી આપવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here