ભારતમાં કોરોનાના નવા 44,111 કેસ સામે આવ્યા

નવી દિલ્હી: ભારતમાં છેલ્લા 24 કલાકમાં 44,111 નવા COVID-19 કેસ અને 738 લોકોનાં મોત નોંધાયા હોવાનું આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે શનિવારે જણાવ્યું હતું.

છેલ્લા 24 કલાકમાં 57,477 સાજા થયા છે.આ સાથે, સતત 51 મા દિવસે દૈનિક નવા કેસ કરતાં રિકવર કેસની સંખ્યા વધી ગઈ છે.

આ સાથે, દેશમાં પોઝિટિવ સિવિડ -19 કેસની સંખ્યા 3,05,02,362 પર જોવા મળી રહી છે, જેમાં 2,96,05,779 રિકવરી પણ થઇ છે. આ સાથે ભારતમાં 4,01,050 મૃત્યુ નોંધાયા છે.

ગઈકાલે 57,477 કેસ રિકવર થતા ભારતમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 5 લાખની અંદર પહોંચી છે. હાલ ભારતમાં 4,95,533 સક્રિય કેસ છે.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અનુસાર, જુલાઈ 2, 2021 સુધીના COVID-19 માટે કુલ 41,64,16,463 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું, આમાંથી ગઈકાલે 18,76,036 નમૂનાઓ પરીક્ષણ કરાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here