સાઉદી અરામ્કોનું શાનદાર લિસ્ટિંગ, શેરમાં 10%ની અપર સર્કિટ

પેટ્રોલિયમ કંપની સાઉદી અરામ્કોનું આજે શેરબજારમાં લિસ્ટિંગ થયું હતું. લિસ્ટિંગ સાથે જ કંપનીના શેરમાં 10 ટકાનો વધારો નોંધાયો હતો. આજે સવારે સાઉદી અરામ્કો શેર તેજી સાથે 35.2 રિયાલની ઊચ્ચતમ સપાટીએ પહોંચી ગયો હતો. ઉલ્લેખનીય છે કે સાઉદી અરામ્કોનો શેર 32 રિયાલ પર લિસ્ટ થયો હતો. ઉલ્લેખનીય છે કે કંપનીએ આઇપીઓ દ્વારા રૂ.1.79 લાખ કરોડ એકત્ર કર્યા છે. આમ આઇપીઓ દ્વારા સૌથી વધુ રકમ એકત્ર કરનારી કંપની બની જશે. આ અગાઉ ચીનની ઓનલાઇન કંપની અલીબાબાએ 2014માં 25 અબજ ડોલર(1.75 લાખ કરોડ રૂપિયા) એકત્ર કર્યા હતાં. વાસ્તવમાં સાઉદી અરેબિયા ઓઇલ પરની નિર્ભરતા ઘટાડવા માગે છે.સાઉદી અરેબિયાના પ્રિન્સ મોહંમદ બિન સલમાન અરામકોને ઓઇલ સિવાય અન્ય સેક્ટરમા પણ લઇ જવા માગે છે. પ્રિન્સે સૌ પ્રથમ 2016માં સાઉદી અરામ્કોનો આઇપીઓ લાવવાની જાહેરાત કરી હતી. આઇપીઓ દ્વારા અરામ્કોની પાંચ ટકા હિસ્સેદારી વેચવાની યોજના હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here