આર્થિક સંકટ ટાળવા માટે ક્યુબાએ ચાલી રાખી છે 40 સુગર મિલોમાં કામગીરી

131
હવાનાં:ક્યુબાની સરકારે કોરોના રોગચાળાને કારણે દેશમાં આંશિક લોકડાઉન થવા છતાં દેશની  40 સુગર મિલોમાં ખાંડનું ઉત્પાદન ચાલુરાખવું છે કારણ કે આ મિલો ચાલુ રાખવાથી સરકારને આર્થિક મદદ મળી રહી છે. કોરોના સંકટને કારણે દેશમાં પર્યટન બિઝનેસ ઠપ્પ છે. જેના કારણે દેશમાં વિદેશી વિનિમય ને પણ અસર પહોંચી છે.
ખાંડ અને નિકલની નિકાસ કરીને વિદેશી વિનિમય કમાવવા માટે ક્યુબામાં ખેતી અને બાંધકામ,ખાણકામ શરૂ કરવામાં આવ્યું છે.ક્યુબામાં સામ્યવાદી સંચાલિત સરકાર છે અને વર્તમાન કટોકટીને ધ્યાનમાં રાખીને,તે ખોરાકના ઉત્પાદન અને નિકાસ વસ્તુઓના ઉત્પાદનમાં વધારો કરવા પર ભાર આપી રહી છે.

સમાચાર એજન્સી રોઈટર્સના જણાવ્યા અનુસાર ગયા વર્ષે નવેમ્બરમાં શેરડીની હાર્વેસ્ટિંગ શરૂ થઈ ત્યારે ક્યુબાને મે 2020 સુધીમાં 1.5 મિલિયન મેટ્રિક ટન કાચી ખાંડનું ઉત્પાદન કરવાનો વિશ્વાસ હતો,જેમાંથી 800,000 ટન નિકાસ માટે હશે.ક્યુબામાં સુગર ઈજારો ધરાવતી કંપની અજકુબાના પ્રવક્તા ડિયોનીસ પેરેઝે પત્રકારોને જણાવ્યું હતું કે, દેશની સુગર મિલો જ્યાં સુધી પરિસ્થિતિ અનુકૂળ રહેશે ત્યાં સુધી ખુલ્લી રહેશે. સુગર લાંબા સમયથી ક્યુબામાં સૌથી મહત્વપૂર્ણ ઉદ્યોગ રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here