વિરોધ કરવા કોંગ્રેસી ધારાસભ્યો હાથમાં શેરડી લઈને પહોંચ્યા ઉત્તરાખંડના વિધાનસભા પરિસરમાં

શેરડીના મુદ્દે રાજકારણ ગરમાયુ છે ત્યારે કોંગ્રેસના ધારા સભ્યોએ ઉત્તરાખંડમાં વિરોધનો નવતર કીમિયો શોધી કાઢ્યો હતો અને તેના ભાગ રૂપે મંગળવારે કોંગ્રેસના ધારાસભ્યો કાઝી નિઝામુદ્દીન, ફુરકન અહેમદ, મમતા રાકેશ, આદેશ ચૌહાણ, હરીશ રાવત, મનોજ રાવત શેરડી હાથમાં લઈને વિરોધ કરવા વિધાનસભા પહોંચ્યા હતા. પોલીસે વિધાનસભા પરિસરના મુખ્ય ગેટ પર જ ધારા સભ્યોને રોકી લીધા હતા.. ધારાસભ્યોએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતા વિધાનસભાના મુખ્ય દ્વાર પર જ પોલીસ અને ધારાસભ્યો વચ્ચે સંઘર્ષ થઇ ગયો હતો.

ધારાસભ્ય કાઝી નિઝામુદ્દીને કહ્યું કે પીલાણ સત્ર શરૂ થઈ ગયું છે. પરંતુ સરકારે હજુ સુધી શેરડીનું મૂલ્ય જાહેર કર્યું નથી. તે જ સમયે, શુગર મિલો પર શેરડીની ચૂકવણીની કરોડોની બાકી છે. કાશીપુર અને ઇકબાલપુર સુગર મિલો પર 200 કરોડ બાકી છે. હાલમાં ડીઝલ, વીજળી, ખાતરો, જંતુનાશકોના ભાવમાં ભારે વધારો થયો છે. પરંતુ રાજ્ય સરકારે શેરડીના ભાવમાં કોઈ વધારો કર્યો નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here