આજે સતત 12 માં દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ વધારો નહીં

રાજ્યની તેલ કંપનીઓ દ્વારા સતત 12માં દિવસે પણ આજે પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. 17 જુલાઈથી ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, જ્યારે પેટ્રોલના ભાવમાં આ દિવસે 29 થી 30 પૈસા વધારો કરવામાં આવ્યો છે. ત્યારબાદથી પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો થયો નથી.

દિલ્હીમાં આજે પેટ્રોલની કિંમત 101.84 રૂપિયા છે જ્યારે ડીઝલની કિંમત પ્રતિ લિટર 89.87 રૂપિયા છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત 107.83 રૂપિયા છે અને ડીઝલની કિંમત પ્રતિ લિટર 97.45 છે. કોલકાતામાં પેટ્રોલની કિંમત 102.08 રૂપિયા છે જ્યારે ડીઝલની કિંમત પ્રતિ લિટર 93.02 રૂપિયા છે. તે જ સમયે, ચેન્નઈમાં, પેટ્રોલ 100 થી આગળ છે, અહીં પેટ્રોલ 102.49 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 94.39 રૂપિયા છે.

આજે દિલ્હી, કોલકાતા, મુંબઇ અને ચેન્નઈ માં એક લિટર પેટ્રોલ કરીએ તો દિલ્હી 101.84 રહ્યા હતા. જયારે મુંબઇમાં પેટ્રોલનો ભાવ 107.83, કોલકાતામાં102.08 અને ચેન્નાઈમાં 102.49 જોવા મળી રહ્યા છે.

આ રાજ્યોમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર
મધ્ય પ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગણા, કર્ણાટક, ઓડિશા, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર કરી ગયો છે. આ સિવાય મેટ્રો મુંબઈ, હૈદરાબાદ અને બેંગ્લોરમાં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લિટરના આંકને પાર કરી ચૂક્યું છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here