આજે ભારતમાં સતત નવમાં દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રખાયા

આજે નવા સપ્તાહની શરૂઆતમાં પેટ્રોલ ડીઝલના લઈને રાહત ભર્યા સમાચાર છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા આજે સપ્તાહના પ્રથમ દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રાખવામાં આવ્યા છે. આજે સતત નવમાં દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવ કંપનીઓ દ્વારા સ્થિર રાખવામાં આવ્યા છે. આજે પણ કોઈપણ ભાવમાં વધારો ન થતા રાજધાની દિલ્હીમાં પેટ્રોલનો ભાવ લીટર દીઠ 101.84 પાર જોવા મળ્યો હતો. જયારે ડીઝલનો ભાવ 89.87 પાર જોવા મળ્યો હતો.

દેશના અન્ય શહેરની વાત કરવામાં આવે તો આજે મુંબઈમાં પેટ્રોલનો ભાવ 107,83 જયારે ડીઝલનો ભાવ 97.45 પાર જોવા મળ્યો હતો. જયારે ચેન્નાઈમાં પેટ્રોલનો ભાવ 101.49 અને ડીઝલનો ભાવ 94.39 રૂપિયા જોવા મળ્યો હતો આ સાથે કલકત્તામાં પેટ્રોલ નો ભાવ 102.08 અને ડીઝલનો ભાવ 93.02 રૂપિયા જોવા મળ્યો હતો જયારે ભોપાલમાં પેટ્રોલનો ભાવ લીટર દીઠ 110.20 રૂપિયા પર જોવા મળી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here