ઓક્ટોબર 2021માં $56.51 બિલિયનની કુલ નિકાસ, પાછલા વર્ષની સરખામણીમાં 35 ટકા વૃદ્ધિ

કેન્દ્ર સરકારે અહેવાલ આપ્યો છે કે ઓક્ટોબર 2021માં ભારતની કુલ નિકાસ USD 56.51 બિલિયન હતી. આમાં મર્ચેન્ડાઇઝ નિકાસ અને સેવાઓ બંનેનો સમાવેશ થાય છે. ગત વર્ષની સરખામણીએ નિકાસમાં સારી વૃદ્ધિ જોવા મળી છે. જે 2020ના ઓક્ટોબર મહિનાની સરખામણીમાં 35.16 ટકા વધુ છે. તે જ સમયે, ઓક્ટોબર 2019 ની સરખામણીમાં કુલ નિકાસમાં 29.13 ટકાની સકારાત્મક વૃદ્ધિ જોવા મળી છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે સોમવારે આ આંકડા જાહેર કર્યા છે. આયાત અંગે મંત્રાલયે માહિતી આપી છે કે ઓક્ટોબર 2021માં કુલ આયાત 68.09 બિલિયન યુએસ ડોલર રહી છે. જે ગયા વર્ષના સમાન સમયગાળા એટલે કે ઓક્ટોબર 2020 કરતા 57.32 ટકા વધુ છે. તે જ સમયે, તે ઓક્ટોબર 2019 ની સરખામણીમાં 40.82 ટકાની સકારાત્મક વૃદ્ધિ ધરાવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here