ભારત બંધને કારણે સર્જાણી ટ્રાફિક સમસ્યા; અનેક રસ્તા ડાઇવર્ટ કરાયા

કૃષિ બિલના ત્રણ કાયદાના વિરોધમાં ખેડૂત સંગઠનો દ્વારા અને દેશની 11 જેટલી વિપક્ષ પાર્ટી દ્વારા અપાયેલા ભારત બંધને કારણે દિલ્હી અને અને આસપાસ આ વિસ્તારોમાં ભારે ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. ટ્રાફિક જામ સર્જાવાની ભીતિ વચ્ચે દિલ્હી પોલીસે અનેક રસ્તા બંધ કરી દીધા હતા અને ટ્વિટર દ્વારા ક્યાં રસ્તા પરથી આવી શકાય તેની માહિતી પણ શેર કરી હતી. દિલ્હી પોલીસે લાલ કિલ્લા આસપાસના રસ્તા પણ બંધ કરી દીધા હતા અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો અને સાથે ગાજીપુર બોર્ડર પણ રસ્તા અટકાવ્યા હતા.

જોકે ભારત બંધના એલાન માં આજે અનેક રસ્તા બંધ કરી દેવાયા હતા અને ઘણા રાજ્યોમાં નાના મોટા બનાવો ન જોવા મળ્યા હતા તો ઘણી ટ્રેન પણ અટકાવવામાં આવી હતી..જોકે ભારતમાં બંધની અસર ખાસ જોવા મળી ન હતી અને ઘણા રાજ્યોમાં ભારત બંધની કોઈ અસર જોવા મળી ન હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here