ખાંડ ટ્રેક પલ્ટી ખાઈ ગ્રામજનોએ ખાંડમાં મચાવી લૂંટફાટ

હરદોઈ સુગર મીલથી રાજસ્થાન ખાંડ લઇ જતા એક ટ્રક ચાલકે પોતાનો કાબૂ ગુમાવ્યો હતો અને ટ્રક આગ્રા-લખનઉ એક્સપ્રેસ વે પર ભીખમપુર સહાણી ગામ પાસે પલટી ગઈ હતી.

જો કે, આ દુર્ઘટના એક વિચિત્ર ઘટનામાં ફેરવાઈ હતી કારણ કે પલ્ટી ખાઈ ગયેલા ટ્રકમાંથી ઘણા લોકોએ કથિત રૂપે ખાંડ લૂંટી લીધી હતી.

આ બનાવમાં ડ્રાઈવર અને મદદગારને ઈજાઓ પહોંચી હતી અને તેમને સારવાર માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા હતા. હાઇવે ઉપરનો ટ્રાફિક 3 કલાકથી વધુ સમય માટે ખોરવાયો હતો. ખાંડવાળી કોથળીઓ રસ્તા પર છૂટી ગઈ હતી અને ગ્રામજનો ઘટના સ્થળે દોડી ગયા હતા અને બને તેટલી ખાંડ લૂંટી લીધી હતી. ટ્રકમાં 700 બોરીઓ હતી અને 50 જેટલી બોરીઓ ગાયબ હતી. પોલીસે આ કેસ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here