અમેરિકા ભારત અને ભારતની પ્રજાને પ્રેમ કરે છે: અમદાવાદમાં ડોનાલ્ડ ટ્રમ્પનું જોરદાર ભાષણ

નમસ્તે ટ્રમ્પ પ્રોગ્રામ હેઠળ અમરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રેમ્પ પાકિસ્તાન અને આંતંકવાદ સામે ગરજી ઉઠ્યા હતા અને બધા જ દેશોને પોતાની બોર્ડરની સુરક્ષા કરવાનો હક છે. પહેલીવાર કોઈ અમેરિકન રાષ્ટ્રપતિ ગુજરાતની ધરતી પર આવીને ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારતના દેશના બધા જ એન્ગલથી વખાણ કરીને જણાવ્યું હતું કે અમેરિકા ભારત દેશને અને તેની પ્રજાને પ્રેમ કરે છે.

સવારે એરપોર્ટ પર ગાર્ડ ઓફ ઓનર સાથે ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પરિવારનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરાયું હતું.જેના બાદ રોડ શોમાં તેમનો કાફલો ગાંધી આશ્રમ પહોંચ્યો હતો. ત્યાર બાદ કાફલો મોટેરા સ્ટેડિયમ પહોંચ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ અને પીએમ મોદી નો કાફલો મોટેરા સ્ટેડિયમ પહોંચે તે પહેલા જ તેઓની વોર્નિંગ કાર અને પાયલોટ કાર મોટેરા પહોંચી ગઈ હતી. સ્ટેડિયમમાં 12વાગ્યાની આસપાસ સવા લાખ જેટલી ભીડ એકઠી થઈ ગઈ છે. જેઓ ટ્રમ્પના અને મોદીના ભાષણની પ્રતીક્ષા કરી હતી.

બહારના વડા પ્રધાને તેમને પોતાની સ્પીચમાં આવકારીને ટ્રમ્પ ને સ્પીચ આપવા માટે આવકાર્ય હતા.નમસ્તે કહીને ટ્રમ્પે પોતાના સંબોધનની શરૂઆત કરી હતી.તેઓ બોલ્યા કે,આ એક ગ્રેટ ઓનર છે અને મોદીને પણ ગ્રેટ ચેમ્પિયન ઓફ ઈન્ડિયા ગણાવ્યા.પાંચ મહિના પહેલા અમેરિકાએ પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું. ત્યારે આજે ભારતે અમે વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં આવકાર્યાં છે. મોટેરા સ્ટેડિયમ બહુ જ સુંદર છે.આ ભવ્ય વેલકમ માટે તમારો આભાર.મારા અને મારા પરિવાર માટે આ ગર્વની બાબત છે.અમે આ સ્વાગત હંમેશા યાદ રાખીશું.તેમણે કહ્યું કે,પીએમ મોદીએ પોતાની જિંદગીમાં ઘણી મહેનત કરી છે અને ચાવાળા તરીકે શરૂઆત કરી.તેમણે પોતાના પિતાની ચાની દુકાન પર કામ કર્યું. પીએમ મોદીને આજે દરેક કોઈ પ્રેમ કરે છે.પરંતુ તેઓ ઘણા ટફ છે. આજે પીએમ મોદી હિન્દુસ્તાનના સૌથી પ્રમુખ નેતા છે,ગત વર્ષે 60 કરોડથી વધુ લોકોએ પીએમ મોદીને વોટ આપ્યા અને સૌથી મોટી જીત અપાવી.તેઓ બોલ્યા કે,પીએમ મોદી આજે ભારતના સક્સેસફુલ લીડર છે.તમે માત્ર ગુજરાતનું જ ગર્વ નથી.70 વર્ષમાં ભારતનો વિકાસ થયો છે.20મી સદીમાં આ ઈકોનોમી 6 ગણી વધી છે. ભારતનું પોટેન્શિયલ એક્સિલન્ટ છે.

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, કાલે હું પીએમ મોદી સાથે દ્વિપક્ષીય વાર્તા કરીશ.જેમાં અમે અનેક ડિલ પર વાત કરીશું.ભારત અને અમેરિકા ડિફેન્સ ક્ષેત્રમાં આગળ વધી રહ્યાં છે. અમે ભારતને જલ્દી જ સૌથી ખતરનાક મિસાઈલ અને હથિયાર આપીશું.ડોનાલ્ડ ટ્રમ્પ બોલ્યા કે,અમેરિકા-ભારત બંને એકસાથે મળીને આતંકવાદની વિરુદ્ઘ લડાઈ લડીશું.ઈસ્લામિક આતંકવાદની વિરુદ્ધ અમેરિકા લડાઈ લડી રહ્યું છે.આપણા દેશ ઈસ્લામિક આતંકવાદના શિકાર રહ્યાં છે, જેની વિરુદ્ધ અમે લડાઈ લડી છે. અમેરિકાએ પોતાના એક્શનમાં ISIS ને નાબૂદ કર્યું, અને અલ બગદાદીનો ખાત્મ કર્યો. અમે આતંકવાદની વિરુદ્ધ મોટા એક્શન લઈ રહ્યાં છે. પાકિસ્તાન પર પણ અમેરિકાએ દબાણ બનાવ્યું છે. પાકિસ્તાનને આતંકવાદની વિરુદ્ધ એક્શન લેવું હશે, દરેક દેશને પોતાને સુરક્ષિત કરવાનો અધિકાર છે.

ટ્રમ્પ બોલ્યા કે,ગુજરાત સ્પેશિયલ સ્થળ છે. તેથી તમારા બધાનો આભાર. અમેરિકાની ઈકોમોની પહેલા ક્યારેય થઈ ન હતી તે રીતે બૂમ કરી રહી છે. અમારી મિલીટરી પહેલા કરતા વધુ સ્ટ્રોન્ગર બની છે.તે વિશ્વની મોસ્ટ પાવરફુલ મિલીટર બની છે.અમે મહાત્મા ગાંધી આશ્રમની મુલાકાત કરી.અમે અહીંથી મેજિસ્ટક તાજમહેલ જોવા જઈશું.બંને દેશો વચ્ચેના સંબંધો મજબૂત કરવા માટે હું અને વડાપ્રધાન મોદી ચર્ચા કરીશું. અમે ઈન્ડિયા સાથે વેપાર ડિલ કરીશું. આવતીકાલે અમે ભારત સાથે હેલિકોપ્ટર કરાર કરીશું.

અમેરિકન પ્રેસિડન્ટે પોતાના સંબોધનમાં સ્વામી વિવેકાનંદ, સરદાર પટેલ, ડીડીએલજે ફિલ્મ, બોલિવુડ, સચીન તેંડુલકર તથા વિરાટ કોહલી જેવા મહાનુભાવોને યાદ કર્યાં હતા. ડોનાલ્ડ ટ્રમ્પ બોલ્યા કે, ભારત આજે પોતાના લોકોમાં વિશ્વાસ જીતે છે, જોકે, અમેરિકા અને હિન્દુસ્તાન એક જેવા દેશો છે. અમેરિકા અને ભારતમાં અનેક સમાનતા છે, જેમાં દરેક વ્યક્તિને એક સમાન માનવામાં આવે છે. અમેરિકન રાષ્ટ્રપતિએ આ દરમિયાન સ્વામી વિવેકાનંદ, મહાત્મા ગાંધીનો ઉલ્લેખ કર્યો હતો. અમેરિકન રાષ્ટ્રપતિ બોલ્યા કે, ભારત દર વર્ષે 2000થી વધુ ફિલ્મો બનાવે છે,જે બોલિવુડ છે. સમગ્ર દુનિયામાં તેનું સ્વાગત કરવામાં આવે છે. લોકો ભાંગડા મ્યૂઝિકનો ઉલ્લેખ કરે છે. લોકોને ડીડીએલજે પણ બહુ પસંદ છે. ડોનાલ્ડ ટ્રમ્પ બોલ્યા કે, ભારતે દુનિયાને સચીન, વિરાટ કોહલી જેવા મોટા પ્લેયર્સ પણ આપ્યા છે.

અમેરિકન રાષ્ટ્રપતિ બોલ્યા કે, પીએમ મોદી ન માત્ર ગુજરાતના,પરંતુ સમગ્ર દેશના ગર્વ છે. જે અસંભવને શક્ય બનાવી શકે છે.વડાપ્રધાનની આગેવાનીમાં આજે ભારત પ્રગતિ કરી રહ્યું છે અને આ વિકાસની યાત્રા દુનિયા માટે ઉદાહરણરૂપ છે.આજે ભારત અર્થવ્યવસ્થાના ક્ષેત્રમાં મોટી શક્તિ બની ગયું છે. ભારતે એક દાયકાની અંદર જ અનેક કરોડો લોકોને ગરીબી રેખામાંથી બહાર કાઢ્યા છે.ડોનાલ્ડ ટ્રમ્પે આ દરમિયાન ઉજ્જવલા યોજના, ઈન્ટરનેટ સુવિધા, વડાપ્રધાન આવાસ યોજના જેવી મોદી સરકારની અનેક યોજનાઓનો ઉલ્લેખ કર્યો હતો. અમેરિકાના રાષ્ટ્રપતિ બોલ્યા કે, આજે ભારત એક મોટી શક્તિ બનીને ઉભર્યું છે. જે આ સદીની સૌથી મોટી બાબત છે. જે એક શાંતિપૂર્ણ દેશ હોવાની સાથે મેળવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here