ભારતમાં આજે પણ કોરોનાના નવા બે લાખ ઉપર કેસ નોંધાયા; 3,847 લોકોના થયા મોત

73

ભારતમાં છેલ્લા 24 કલાકમાં ફરી એક વખત કોરોના પોઝિટિવ દર્દીની સંખ્યા 2 લાખને ફરી પર જવા મળી હતી . ભારત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા પ્રસ્તુત કરાયેલા આંકડા મુજબ ભારતમાં છેલ્લા 24 કલાકમાં 2,11,298 નવા દર્દીઓ ઉમેરાયા હતા. જોકે છેલ્લા 24 કલાકમાં મૃતકોની સંખ્યા થોડી ઘટી છે અને છેલ્લા 24 કલાકમાં 3,847 લોકોના મૃત્યુ થયા છે.

2,11,298 નવા કેસની સાથે ભારતમાં કુલ કેસની સંખ્યા 2,73,69,093 નોંધાયા છે.જયારે ભારતમાં 2,83,135 દર્દીઓ સાજા થતા ભારતમાં કુલ 2,46,33,951 દર્દીઓ સાજા થયા છે. જયારે કુલ મૃતકોની સંખ્યા 3,15,235 પર પહોંચી છે.

ભારતમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 24,19,907 પર પહોંચી છે જયારે ભારતમાં કુલ 20,26,95,874 વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here