રોહતકની બે સુગર મિલોએ ખેડૂતોના 62 કરોડ હજુ ચૂકવ્યા નથી

97

એકબાજુ કોરોનાને  કારણે શેરડીના ખેડૂતોની મુશ્કેલી વધી રહી છે તેવામાં અખિલ ભારતીય કિસાન સભાના રોહતક જિલ્લા એકમએ દાવો કર્યો છે કે ભાલી આનંદપુર અને મેહમ ખાતેની હરિયાણા સહકારી ખાંડ મિલોએ શેરડીના ખેડુતોના રૂ 82 કરોડ ચૂકવ્યા નથી.નવી સીઝન માટે વાવણીનો સમાય પણ થઇ ગયો છે ત્યારે ખેડૂતોના બાકીના નાણાં  તુરંત ચૂકવી દેવા અનુરોધ કર્યો છે.

જે બે મિલને નાણાં  ચૂકવવાના બાકી છે તેમાં ભાલી આનંદપુર સુગર મિલને રૂ. 46 કરોડની ચુકવણી કરવાની બાકી છે, જ્યારે મેહમ મિલ શેરડીનાં ખેડુતો માટે આશરે 36 કરોડની રકમ બાકી છે તેમ  અખિલ ભારતીય કિસાન સભા  જિલ્લા એકમના પ્રમુખ પ્રીતસિંહે જણાવ્યું હતું .

ભાલી આનંદપુર ખાતે સુગર મિલના મેનેજિંગ ડિરેક્ટર માનવ મલિકે જણાવ્યું હતું કે, કુલ 30 એપ્રિલ સુધીમાં રૂ 158.98 કરોડમાંથી રૂ.108.57 કરોડ ચૂકવવામાં આવ્યા છે.

તેમણે જણાવ્યું હતું કે, મિલ દ્વારા નિકાસ કરવામાં આવતી ખાંડ માટે 2018-19 દરમિયાન ખાંડ માટે કેન્દ્રીય કૃષિ મંત્રાલય હેઠળ ખાંડના નિયામક ખાતા પાસેથી રૂ .9.20 કરોડ આપવાના છે. રોહતક સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકને મિલ દ્વારા પૂરી પાડવામાં આવતી વીજળી માટે રૂ.5 કરોડની ચુકવણી અને રોહતક સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકને રૂ. 8 કરોડની લોનની પણ હજુ બાકી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here