યુગાન્ડા 20,000 ટન ખાંડ તાંઝાનિયા ને નિકાસ કરશે

104

વર્તમાન સમયમાં યુગાન્ડા એક એવો દેશ છે જે આ વર્ષે પોતાની સરપ્લસ ખાંડ નિકાસ કરવા જય રહ્યો છે.યુગાન્ડા તેની સરપ્લસ ખાંડ પડોશી તાંઝાનિયાને 20,000 ટનની પ્રથમ ક્વોન્ટિટી ખાંડ નિકાસ કરવા અંતિમ ચર્ચા કરી રહ્યું છે.

સ્ટેટ હાઉસ દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બ્રાઉન સુગરની માલની નિકાસ મે 2020 ના અંત સુધીમાં તાંઝાનિયામાં કરવામાં આવશે. હાલ સરપ્લસ ઉત્પાદન ધરાવતા યુગાન્ડાની સુગર મિલરો માટે બજારની તકો ઉભી કરનારી આ પહેલી ડીલ છે.” નિવેદનમાં જણાવાયું છે કે પ્રમુખ યોવેરી મ્યુસેવેનીએ સોમવારે કાજેરા સુગર લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર સેફ એલી સેફની અધ્યક્ષતામાં તાંઝાનિયાના પ્રતિનિધિઓને મળ્યા હતા અને ખાંડ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. યુગાન્ડાના વેપાર પ્રધાન એમેલિયા ક્યામ્બડ્ડેએ મીટિંગમાં જણાવ્યું હતું કે લાંબા સમયથી તાંઝાનિયન બજારમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કરતા યુગાન્ડાના મિલરો માટે આ સોદો રાહતભર્યો છે. ક્યામ્બડ્ડે જણાવ્યું હતું કે આ નિકાસ યોગ્ય સમયે કરવામાં આવશે.

મંત્રીએવા જણાવ્યું હતું કે યુગાન્ડા પાસે હાલ ખાંડની સરપ્લસનો જથ્થો 48,000 ટન છે, જે તાંઝાનિયાની હાલની ખાંડની અછતને પહોંચી વળવા નિકાસ કરી શકાય છે.
યુગાન્ડાના ખાંડ ઉદ્યોગમાં આશરે 510,000 ટન ઉત્પાદન કરનારી 11 સક્રિય ખાંડ મિલોનો સમાવેશ થાય છે. વેપાર આંકડા મંત્રાલયના જણાવ્યા અનુસાર ઘરેલુ જરૂરિયાત 360,000 ટન છે અને નિકાસ માટે સરપ્લસ પૂરતું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here