તામિલનાડુનું બજેટ શેરડીના ખેડૂતોને ફાયદો પહોંચાડશે

કેન્દ્રીય બજેટમાં શેરડીના ખેડૂતો કે ખાંડ ઉદ્યોગ માટે કોઈ રાહત નથી તેવું સ્વાભિમાની સેહતકારી સંગઠનના રજુ ષિટિએ જણાવીને બજેટને વખોડી કાઢ્યું હતું પણ તમિલ નાડું સરકાર દ્વારા પ્રસ્તુત કરાયેલા બજેટમાં શેરડીના ખેડૂતોને રાહત આપવામાં આવી છે અને તેને બિરદાવમાં આવ્યું છે.સાઉથ ઈન્ડિયન સુગર મિલ્સ એસોસિએશનને અપેક્ષા છે કે રાજ્યની બજેટની ઘોષણાઓથી સુગર મિલો દ્વારા થતા તનાવને ઓછો થવામાં મદદ મળશે અને રાજ્યના શેરડીના ખેડુતોને પ્રોત્સાહન મળશે .

એસોસિએશનના પ્રમુખ પલાની જી.પરીઆસામીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે સરકારે વર્તમાન પિલાણ સીઝન માટે શેરડીમાંથી ફેક્ટરીમાં વાહનનો વાહન વ્યવહાર ખર્ચ ઉપાડવા માટે 110 કરોડની જાહેરાત કરી છે જે બહુજ આવકારદાયક છે. શેરડીના ખેડુતોને સંક્રમિત ઉત્પાદન પ્રોત્સાહન ચૂકવવા 165 કરોડની ફાળવણી પણ કરી હતી.

રાજ્યમાં આ સિઝનમાં 25 ખાનગી ખાંડ મિલોમાંથી માત્ર 12 કાર્યરત હતી અને છેલ્લા ત્રણ વર્ષથી તમિળનાડુની મિલો માત્ર 40% ક્ષમતાથી કાર્યરત હતી. તેમણે જણાવ્યું હતું કે આ પગલાંથી શેરડીના ક્ષેત્રે આવતા પ્રશ્ન દૂર થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here