અકોલા: કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે કેન્દ્ર સરકારે ચોખા, જુવાર અને મકાઈમાંથી ઇથેનોલના ઉત્પાદનને મંજૂરી આપી છે, જેથી ખેડૂતો ઇંધણ ઉત્પાદક બની શકે અને સમૃદ્ધ બની શકે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી ગડકરી અકોલા શહેરમાં બે ફ્લાયઓવરના ઉદ્ઘાટન પ્રસંગે બોલી રહ્યા હતા.
તેમણે કહ્યું કે અમૃત સરોવર અભિયાન હેઠળ, અમરાવતી-અકોલા હાઈવે અને અન્ય રસ્તાના કામોને સરળ બનાવવા અને પાણી બચાવવા માટે વહીવટીતંત્ર અકોલા જિલ્લામાં 36 તળાવો બાંધશે.
નીતિન ગડકરી હંમેશાથી દેશમાં ઈથેનોલ ઉત્પાદન માટે પ્રેરિત રહ્યા છે. સરકાર ઈથેનોલનું ઉત્પાદન વધારવા માટે વિવિધ પગલાં લઈ રહી છે અને તેના પરિણામે છેલ્લા કેટલાક વર્ષોમાં દેશમાં ઈથેનોલ ઉત્પાદનમાં સારો એવો વધારો થયો છે.