એક વર્ષમાં ફ્લેક્સ-ફ્યુઅલ વાહનોના રોલ-આઉટ પર ભાર મુક્ત કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી

દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી રહ્યા છે ત્યારે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ મંગળવારે ભારતીય ઓટો બજારમાં એક વર્ષમાં ફ્લેક્સ-ફ્યુઅલ વાહનો (એફએફવી) ના રોલ-આઉટ પર ભાર મૂક્યો હતો. ગડકરીએ વાહન નિર્માતાઓને વાહનના તમામ વેરિએન્ટ અને સેગમેન્ટમાં ઓછામાં ઓછા છ એરબેગ ઉપલબ્ધ કરાવવાનું ફરજિયાત બનાવવા અપીલ કરી હતી.

મંત્રીએ એક ટ્વિટમાં કહ્યું કે આજે નવી દિલ્હીમાં સિયામ (સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઇલ મેન્યુફેક્ચરર્સ) ના સીઈઓ ના પ્રતિનિધિ મંડળને મળ્યા હતા જેમાં ભારતમાં એક વર્ષમાં 100% ઇથેનોલ અને ગેસોલિન ચલાવવા માટે સક્ષમ ફ્લેક્સ-ફ્યુઅલ વ્હીકલ્સ (FFVs) ના રોલ-આઉટની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો.

“મુસાફરોની સલામતીના હિતમાં, મેં તમામ ખાનગી વાહન ઉત્પાદકોને પણ અપીલ કરી છે કે વાહનના તમામ વેરિએન્ટ અને સેગમેન્ટમાં ઓછામાં ઓછા 6 એરબેગ્સ આપવાનું ફરજિયાત બનાવે.” કેન્દ્રીય મંત્રી ગડકરી સોસાયટી ઓફ ઇન્ડિયા ઓટોમોબાઇલ મેન્યુફેક્ચરર્સ (સિયામ) ના સીઇઓના પ્રતિનિધિમંડળને મળ્યા હતા, જેમાં ખાનગી, વ્યાપારી અને ટુ-વ્હીલર ઉત્પાદકો સામેલ હતા.

તમને જણાવી દઈએ કે, ભારત સરકારે ઇથેનોલ આધારિત ‘ફ્લેક્સ-એન્જિન’ને મંજૂરી આપવાના નિર્ણય વિશે લગભગ એક મહિના પહેલા જાહેરાત કરી હતી. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ એક કાર્યક્રમમાં તેની પુષ્ટિ કર્યા બાદ આ સમાચાર પ્રસિદ્ધ થયા હતા. નીતિન ગડકરીએ એમ પણ કહ્યું હતું કે અશ્મિભૂત ઇંધણને બદલે સ્થાનિક કૃષિ પેદાશોમાંથી ઇથેનોલ ઉત્પન્ન કરવામાં આવશે, અને તેઓ આગામી ત્રણ મહિનામાં આ યોજનાનો અમલ કરશે.

સ્થાનિક રીતે ઉત્પાદિત ઇથેનોલને બળતણ તરીકે બદલવાથી આપણા દેશને ક્રૂડ ઓઇલની આયાત પર ઓછો આધાર રાખવામાં મદદ મળશે અને આવા ઇંધણનો ઉપયોગ કરવાથી પ્રદૂષણ પણ નોંધપાત્ર રીતે ઘટશે. અત્રે નોંધનીય છે કે ઇથેનોલના એક લિટરની કિંમત 60-62 રૂપિયાની વચ્ચે રહેવાની ધારણા છે, જ્યારે એક લિટર પેટ્રોલની કિંમત લગભગ 100 રૂપિયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here