ઉત્તર પ્રદેશ: 15 એપ્રિલથી તબક્કાવાર લોકડાઉંન ખુલવા તેવી શકયતા

ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે નિર્દેશ આપ્યો હતો કે 15 એપ્રિલથી જો લોકડાઉન ખોલવામાં આવે તો તબક્કાવાર રીતે તેને ખોલવા માટેની યોજના ઘડી કાઢવી જોઈએ અને તે માટે અધિકારીઓ સાથે મુખ્ય મંત્રીએ વાત કરી હોવાનું પણ ચર્ચાઈ છે.

જોકે મુખ્યમંત્રીએ હોસ્પિટલ સ્ટાફ સાથે ગેરવર્તન કરવા બદલ એમએમજી ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં ક્વોરેન્ટાઇનમાં રહેલા તબલીગી જમાતમાંથી છ વ્યક્તિઓ સામે રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ મુજબ પગલાં લઈને તેઓને “માનવતાના દુશ્મન” ગણાવ્યા હતા.

“તેઓ (આરોપી) કાયદાનું પાલન કરશે નહીં.તેઓ માનવતાના દુશ્મનો હોવાથી તેઓ સિસ્ટમ સ્વીકારશે નહીં. મહિલા આરોગ્ય કર્મચારીઓ સાથે તેઓએ જે કર્યું છે તે મોટો અપરાધ છે, તેઓની સાથે એનએસએની થપ્પડ મારવામાં આવી છે. તેઓની સામે કડક પગલાં લેવાશે” તેમ આદિત્યનાથે એક નિવેદનમાં કહ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here