યુપી સરકાર ખાંડસરી યુનિટ ચાલુ કરવાના નવા 50 લાઇસન્સ આપશે

નવી ખાંડની સીઝન ફરી એક વખત બમ્પર પાક અને ખાંડના ઘટતા જતા ભાવ નો અંદાઝ સાથે નજરે પડી રહી છે ત્યારે ઉત્તર પ્રદેશની યોગી સરકાર દ્વારા  ખાંડસરી ઉદ્યોગને ફરી બેઠા કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે

ખાંડશરી મૂળભૂત રીતે  રીફાઇન્ડ કાર્ય વગરની રો ખાંડ હોઈ છે જે  શેરડીના છેલ્લા ભાગની  ચાસણી કે  ખોળ માંથી  બનેલી   . અને તેમાં મોલેસિસનું પ્રમાણ વધારે હોવાથી તે કેમિકલથી રિફાઇન્ડ થયેલી ખાંડ કરતા પણ સ્વાસ્થ્યપ્રદ માનવામાં આવે છે

એક તબક્કે  માત્ર યુપીના દેશભરમાં કાર્યરત લગભગ 5,000 ખાંડસરી  એકમો હતા. જો કે, 2017-18 ના છેલ્લા પાકના સીઝનમાં કુલ 1,078 લાઇસન્સ ધરાવતા  માત્ર 161 કાર્યરત જોવા મળી  હતી.

ખાંડ ના ઘટ્ટ જતા ભાવ અને ખેડૂતોની નારાજગી વચ્ચે  હવે યોગી આદિત્યનાથની યુપી સરકાર દ્વારા આ ગ્રામીણ-આધારિત એકમોને રોજગારીની રચના માટે પ્રોત્સાહિત કરવા અને શેરડીના ખેડૂતોને વિકલ્પ આપવા માટે, ખાંડસારીના નવા  લાયસન્સ મેળવવા માટે રેડિયલ અંતર પણ ઘટાડવાનું નક્કી કર્યું છે.આ પેહેલા 15 કિ.મી.નું અંતર નક્કી થયું હતું તે હવે ઘટાડીને 8 કિલોમીટર કરી નાંખવાનો નિર્ણય  કરીને નીતિમાં પણ સુધારા કર્યા છે.યોગી સરકારનો આ નીંરાય ગામડામાં રોજગારીની તકો વધારવા અને અનિશ્ચિત શેરડીની સીઝન અને ઘટતા  જતા ભાવ વચ્ચે ગામડામાં  ખાંડસરી ઉદ્યોગને પ્રોત્સાહન આપવાનો છે.

છેલ્લી સીઝનમાં, ઉત્તર પ્રદેશમાં કાર્યરત  119  દ્વારા કુલ 111 મિલિયન મેટ્રિક ટન શેરડી ક્રશ કરવામાં આવી  હતી જયારે રાજ્યની 161 કાર્યરત ખાંડસરી યુનિટ દ્વારા 4.32 મિલિયન મેટ્રિક ટન  શેરડી ક્રશ કરવામાં આવી હતી.

 પરંતુ હવે ખાંડસરી ઉફયોગને ફરી બેઠો કરવા અને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકારે નવા ખાંડસરી પ્લાન્ટ્સ માટે 16 નવા  લાઇસન્સ ઇસ્યુ પણ  કરી દીધા છે, જ્યારે આઠથી વધુ લાઇસન્સ પ્રક્રિયા હેઠળ છે. મોરાદાબાદ, મેરઠ , બરેલી, શામલી, સીતાપુર, રામપુર, લકીમપુર ખેરી, ગાઝિયાબાદ, બાગપત અને કાનપુર સહિતના જિલ્લાઓમાં આ એકમોની દરખાસ્ત કરવામાં આવી છે.

હાલ તમામ 16 પ્લાન્ટ્સની સામૂહિક ક્ષમતા 5,300 ટન શેરડીને ક્રશ કરી  નાખવાની છે  , જે સમાન સ્થાપિત ક્ષમતાના એક સંપૂર્ણ સુગર મિલની સમક્ષ અને અનુરૂપ છે  ખાંડસરી  મુખ્યત્વે ગ્રામીણ પરિવારોમાં વપરાય છે અને સ્થાનિક કન્ફેક્શનરી અને મીઠાઈમાં મીઠાશ તરીકે વપરાય છે. કેમ કે તેમાં વધારે મોલિસીસ હોવાથી તે વધુ અનુરૂપ પણ બને છે અને તેની ગુણવત્તા દારૂ બનાવતી કંપની માટે પણ આદર્શ ગણાતી હોવાથી દેશના દારૂ ઉત્પાદકો માટે પણ આશીર્વાદ રૂપ છે 

ઉત્તર પ્રદેશ સરકારના  કેન કમિશનર સંજય ભૂસરેડ્ડીએ  જણાવ્યું હતું કે, “અમે આશા રાખીએ છીએ કે 50 નવા ખાંડસરી  યુનિટને આગામી ક્રશિંગ  સીઝન પહેલાં લાઇસન્સ આપીને શરુ કરી દેવાની કવાયત કરવામાં આવશે. રાજ્ય સરકાર ખાંડસારી ઉત્પાદન ક્ષમતા 20,000 ટીસીડી વધારવાની આશા રાખે છે, જે લગભગ ચાર  ના કામકાજ જેટલી બની રહેશે.

ભુસરેડ્ડીએ  જણાવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારોમાં નાના-મોટા અને ખેડૂતોઅને સાહસિકો દ્વારા મોટાભાગના નવા એકમોની દરખાસ્ત કરવામાં આવી છે. આ નવા એકમોમાં કુલ મૂડીરોકાણ રૂ. 2-3 અબજની આસપાસ થવાનો અંદાજ છે, જો કે વાસ્તવિક રોકાણ વ્યક્તિગત પ્લાન્ટની ક્રશિંગ  ક્ષમતા પર આધારિત છે.

 શેરડીને મિલો અને ખેડૂતોની ચૂકવણી સંબંધિત શેરડીના પુરવઠા અને ખરીદી અધિનિયમ હેઠળ સંચાલિત કરવામાં આવે છે, ત્યારે આ જોગવાઈ ખાંડસારી એકમોને લાગુ પડતી નથી, કારણ કે  શેરડીની ફરજિયાત રાજ્ય-સલાહકાર કિંમત (એસએપી) કરતાં ઓછો પગાર ચૂકવે  છે.

જો કે, હવે સરકાર માટે મુખ્ય યુએસપી ખેડૂતોને સ્પોટ ચુકવણી  બની રહેશે  જયારે  રાજ્યની મિલોને  આ ચૂકવણી કરવા માટે 14 દિવસ મળે છે.વર્તમાન સમયમાં  યુપીની મિલોને  100 અબજથી વધુ રકમ ચુકવવાની  બાકી છે જેમાં  મોટા ભાગે ખાનગી મિલરો સામેલ છે.દરમિયાન  સરકાર એવું પણ વિચારે છે કે ખાંડસરી  બાદ  ખેડૂત ઘઉંની વાવણી માટે પોતાના ખેતર સમાયસાર ખાલી પણ કરી શકશે.

દરમિયાન, એક ખાંડ ઉદ્યોગના પ્રવક્તાએ એવો દાવો કર્યો હતો કે ખાંડસરી  એકમો બમ્પર પાકની મોસમ દરમિયાન કામ કરી શકે છે પરંતુ જ્યારે શેરડીના વાવેતર વિસ્તારમાં ઘટાડો થશે ત્યારે તે બિનઉપયોગી બનશે.ઉપરાંત, તેઓ ખેડૂતોને લાભદાયી શેરડીના ભાવને મિલો તરીકે ચૂકવણી કરી શકશે નહીં, તેમ તેમણે ઉમેર્યું હતું.

SOURCEChiniMandi

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here