અમે ફક્ત બંધ મિલોને ફરી ચાલુ તો કરી, પણ નવી શરૂઆત પણ કરી: યોગી આદિત્યનાથ

258

ઉત્તર પ્રદેશ સરકારે શુક્રવારે શેરડીના ખેડૂતોના ખાતામાં રૂ. 418 કરોડ ટ્રાન્સફર કર્યા છે. રાજ્ય સરકારે ત્રણ વર્ષમાં 1 લાખ કરોડ રૂપિયાથી વધુની ચુકવણી કરી હતી, જે કોઈપણ સરકાર દ્વારા અત્યાર સુધીનો સૌથી વધુ ચુકવણી કરવાનો રેકોર્ડ છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ભંડોળના સ્થાનાંતરણ પછી શેરડીના ખેડુતોને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે છેલ્લા ત્રણ વર્ષમાં 1,00,325 કરોડ રૂપિયાની બાકી રકમની મંજૂરી આપી દીધી છે, જે કોઈપણ સરકારના કાર્યકાળ દરમિયાન ચૂકવવામાં આવતી રકમથી ઘણી વધુ છે. વર્ષ 2019-20ની વર્તમાન કાક્રશિંગ સીઝનમાં રાજ્યમાં 1,116 લાખ ટન શેરડીનું પિલાણ કરવામાં આવ્યું હતું, જેમાં 126.5 લાખ ટન ખાંડનું ઉત્પાદન થયું હતું. રાજ્યના ઇતિહાસમાં સૌથી વધુ પિલાણ અને ખાંડનું ઉત્પાદનઆ સીઝનમાં નોંધાયું છે.

તેમણે કહ્યું, સમાજવાદી પાર્ટીની સરકારે 5 વર્ષમાં માત્ર 95,215 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા. જ્યારે બસપા સત્તા પર હતી, ત્યારે તેણે ઉત્તરપ્રદેશમાં 2007 અને 2012 ની વચ્ચે 19 સુગર મિલો બંધ કરી દીધી હતી. તેવી જ રીતે સમાજવાદી પાર્ટીની સરકારે 2012 થી 2017 સુધીમાં 10 મિલો બંધ કરી હતી, જેના કારણે શેરડીના ખેડુતોને ભારે સંકટનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે અમે સત્તા પર આવ્યા, ત્યારે અમે ફક્ત બંધ મિલોને જ જીવીત કરી નહીં, પણ નવી શરૂઆત પણ કરી.યોગી આદિત્યનાથે કહ્યું કે, ગોરખપુરમાં ત્રણ સુગર મિલો હતી અને આ બધી અગાઉની સરકારો હેઠળ બંધ થઈ ગઈ હતી, પરંતુ સત્તામાં આવ્યા પછી, તેમની સરકારે પિપ્રાઇચમાં નવી સુગર મિલ સ્થાપિત કરી દીધી . મુખ્ય મંત્રીએ કહ્યું કે, અમે માત્ર રેકોર્ડ પેમેન્ટ જ નોંધ્યું નથી,પણ શેરડી અને ખાંડનું રેકોર્ડ ઉત્પાદન પણ નોંધ્યું છે, લોકડાઉન દરમિયાન યુપી સરકારે 119 સુગર મિલો સફળતાપૂર્વક ચલાવી હતી.અમે સંકલ્પ કર્યો હતો કે જ્યાં સુધી ખેડૂતોના ખેતરોમાં એક શેરડી છે ત્યાં સુધી સુગર મિલો ચાલશે. અમે આ પ્રોમિસ પણ પૂરું કર્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here