સર્વેમાં લાપરવાહી જોવા મળશે તો હવે થશે એફઆઈઆર

738

મત ગણતરી અને ચૂંટણીના પરિણામ ઘોષિત થયા બાદ હવે શેરડીના સેમ્પલ સર્વની કામગીરીમાં તેજી આવી છે.દરમિયાન જિલ્લા શેરડી અધિકારી ખુશીરામે સવેન્દનશીલ ગામમાં સર્વે કરવા જતા અધિકારીઓ અને કર્મચારીઓને ચેતવ્યા છે કે જો સર્વેની કામગીરીમાં કોઈપણ પ્રકારની લાપરવાહી કે ગડબડી જોવા મળશે તો તેમની સામે એફઆઇઆર દાખલ કરવામાં આવશે
સર્વે માટે વિવિધ ગામોમાં 1970 જેટલા નિશાન ઘોષિત કરાયા છે.આ ગામમાં વાવેતર દરમિયાન દોઢ લાખ હેક્ટર જમીનમાં ઉન્નતીશીલ જાત હાર્વેસ્ટ કરવામાં આવી છે.જોકે એ સમય દરમિયાન સર્વેની કામગીરી મેન્યુલ કરવામાં આવી હતી તેમાં ખેડૂતોને વધારે ફરિયાદ જોવા મળી હતી.અને તપાસ દરમિયાન જમીનના ક્ષેત્રફળમાં ગોટા કર્યા હોવાનું બહાર આવ્યું હતું અને સર્વેની કામગીરીમાં આ પ્રકારની લાપરવાહી જોવામળતા પોલીસ સ્ટેશનમાં અનેક સામે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી..
પરંતુ હવે આ ભૂલનું પુનરાવર્તન ન થાય તે માટે શેરડી વિકાસ અધિકારી દ્વારા સર્વેની કામગીરીની સુયોજિત બનાવામાં આવી છે.હવે મેન્યુલની સાથેસાથે જીપીએસ સિસ્ટમથી 40 જેટલા ગામમાં સર્વે હાથ ધરાશે જ્યાં શ્વેરડીનું વાવેતર વધવાની શક્યતા છે. આ ઉપરાંત 69 એવા ગામો છે કે જે સવેન્દનશીલ ઘોષિત કરવામાં આવ્યા છે કે જ્યાંથી સૌથી વધુ ફરિયાદ આવે છે અને અહીં જો કોઈ ફરિયાદ મળશે તો કડક કાર્યવાહી થશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here