ઉર્મિલા માતોડકરે પાંચ મહિનામાં કોંગ્રેસને કર્યું બાય બાય

ઉર્મિલા માતોડકરે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધુ છે. ઉર્મિલા 27 માર્ચ 2019ના રોજ કોંગ્રેસમાં જોડાય હતી. તેમણે મુંબઇ નોર્થથી લોકસભા ચૂંટણી પણ લડી હતી જેમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો.

ઉર્મિલાએ તેના નિવેદનમાં કહ્યું, મેં કોંગ્રેસથી રાજીનામુ આપી દીધુ છે. મારા સતત પ્રયત્નો છતા 16 મેના મુંબઇ કોંગ્રેસ અધ્યક્ષને લખેલા મારા પત્ર પર કોઇ કાર્યવાહી કરવામાં આવી નહીં. પત્ર લિક થવા પર કોઇએ ચિંતા વ્યક્તના કરી
ઉર્મિલાએ કહ્યું કે, મારા આ ગોપનીય પત્રને સરળતાથી મીડિયામાં લીક કરી દેવામાં આવ્યો પરંતુ કોઇએ પણ તેને લઇને ચિંતા વ્યક્ત કરી નહીં. જ્યારે મેં આ મુદ્દો વારંવાર ઉઠાવ્યો હતો. જ્યાં તેમણે પોતાના પત્રમાં મુંબઇ નોર્થમાં કોંગ્રેસની હાર માટે જે લોકોને જવાબદાર જે લોકોનું મેં નામ લીધુ હતું તેમને નવું પદ આપી સન્માનિત કરવામાં આવ્યા

તેમને લોકસભાની ચૂંટણી કોંગ્રેસ વતી મુંબઈમાંથી ભાજપના ગોપાલ શેટ્ટી સામે લડી હતી અને હાર સહન કરવી પડી હતી.એ સમાયે ઉર્મિલાએ જાહેર કર્યું હતું કે તેઓ હારે કે જીતે કોંગ્રેસ છોડીને જશે નહિ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here