નીતિન ગડકરીની ભારે વાહનોના માલિકોને ઇથેનોલ જેવા વૈકલ્પિક ઇંધણનો ઉપયોગ કરવા વિનંતી કરી

નવી દિલ્હી: કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે વાહનોના પ્રદૂષણને કાબૂમાં લેવા માટે ઇથેનોલ, મિથેનોલ અને ગ્રીન હાઇડ્રોજન જેવા વૈકલ્પિક ઇંધણનો ઉપયોગ કરવાની જરૂર છે. હાઇડ્રોલિક ટ્રેલર ઓનર્સ એસોસિએશન દ્વારા આયોજિત એક કાર્યક્રમને સંબોધતા રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રી ગડકરીએ કહ્યું કે સરકાર 2.5 લાખ કરોડ રૂપિયાની ટનલ બનાવી રહી છે. તેમણે કહ્યું કે પ્રદૂષણ એ એક મોટી ચિંતા છે અને હું ભારે વાહનોના માલિકોને વિનંતી કરું છું કે તેઓ ઇથેનોલ, મિથેનોલ અને ગ્રીન હાઇડ્રોજન જેવા વૈકલ્પિક ઇંધણનો ઉપયોગ કરે.

મંત્રી ગડકરીએ સ્વીકાર્યું હતું કે રાજ્યની પ્રાદેશિક પરિવહન કચેરીઓ (આરટીઓ)માં ભ્રષ્ટાચારના કારણે ભારે વાહનોના માલિકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેથી, અમારે આરટીઓ દ્વારા પૂરી પાડવામાં આવતી તમામ સેવાઓનું ડિજીટલાઇઝેશન કરવું પડશે, એમ તેમણે જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here