ઉત્તર પ્રદેશ માં શેરડીનો મુદ્દો લોકસભાની ચૂંટણી ગજાવશે

આમતો મોટા ભાગની ખાંડની મિલો એક ય બીજી રીતે રાજનીતિ સાથે જોડાયેલી હોઈ છે અને સરકાર દ્વારા પણ સબસીડીના સ્વરૂપમાં એક સુરક્ષા પણ મળતી હોઈ છે તેમ છતાં એ વાત પણ હકીકત છે કે ભારતના શેરડીના ઉત્પાદકોને હજુ પણ 17,684 કરોડ રૂપિયા હજુ પણ ચૂકવાયા નથી.દેશના લાખો શેરડીના ખેડૂતો ને હજુ પણ જે મળવા કે ચૂકવવા પાત્ર રકમ હજુ મળી નથી અને ખેડૂતો તે રકમની રાહ જોઈ રહ્યા છે ડોમેસ્ટિક અને આંતર રહ્સ્ત્રીય બઝારમાં પણ ખાંડના ભાવ નીચે જય રહ્યા છે ત્યારે ખાંડ મિલ પણ આર્થિક સંકટ અનુભવી રહી છે અને કરોડો રૂપિયાનું ચુકવણું નથી થયું ત્યારે અનેક ખાંડ મિલન માલિકો,ખેડૂતો અને રાજનેતા અને અનેક રાજ્યોની સરકારનો મૂળ ખાટ્ટો કરી શકે છે બલ્કે અત્યારથી જ 2019ની લોકસભાની ચૂંટણીમાં શેરડીનો મુદ્દો ચૂંટણીનો એક મુખ્ય મુદ્દો પણ ઉછાળીને આવે તેવી સંભાવના અત્યારથી જ વ્યક્ત થઇ રહી છે.

ખેડૂતોને હજુ 17,684 કરોડ ચુકવણા બાકી છે
ભારતમાં શેરડીના ખેડૂતો ને ખાંડ મિલ માલિકો દ્વારા ઘણા સમયથી જે રકમ ચુકવણી છે તે હજુ પણ બાકી છે એક મહિના પેહેલા એક અનુમાન અનુસાર ખેડૂતોને જે રકમ ચુકવણી રકમ છે તે 17,684 કરોડ સુધી પહોંચી ગઈ છે જે બે રાજ્યોના ખેડૂતોને સૌથી વધુ ચુકવણું કરવાનું છે તેમાં મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ સામેલ છે કે જ્યાંના ખેડૂતોને હજુ વળતર મળ્યું નથી.વિસ્તારથી વાત કરીએ તો ઉત્તર પ્રદેશની 118 ખાંડ મિલો પાસેથી 11,618 અને મહારાષ્ટ્રની 89 ખાંડ મિલોને 1,158 કરોડ દેવાના બાકી છે.

સરકારે 7000 કરોડનું પેકેજ જાહેર કર્યું
છેલ્લા ઘણા સમયથી ખાંડ ઉદ્યોગ અને ખાંડ મિલો આર્થિક સંકંટ અનુભવી રહી છે ત્યારે આ ઉદ્યોગને બહાર લાવા માટે કેન્દ્ર સરકાર દ્વારા પણ 7000 કરોડના પેકેજની જાહેરાત કરવામાં આવી છે જોકે તેમાંથી માત્ર 1,175 કરોડ રૂપિયા એટલે કે માત્ર 6,64 ટાકા રકમ જ ખેડૂતોની દેણદારી માટે અલગ રાખવામાં આવી છે જયારે બાકીની રકમ તો ખાંડ મિલો દ્વારા તવેમના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને પાયાની સુવિધા વધુ મજબૂત બને અને તેને અપગ્રેડ કરવા માટે વાપરવાનું નક્કી કરવામાં આવ્યું છે.તાજેતરમાં જ સરકાર દ્વારા પણ શેરડીના ભાવમાં પ્રતિ ટન 200 રૂપિયા વધારી દેવાની જાહેરાત પણ કરવામાં આવી છે પરંતુ હકીકત એ પણ છે કે આનાથી કોઈ ખાસ પરિણામ હાંસલ કરી શકાય તેમ લાગતું નથી

સરકારે બેઇઝ રિકવરી વધારી
ગત વર્ષે શેરડીના ફેઇર રેવન્યુ પ્રાઇસ (એફઆરપી)9.5 % ની સરેરાશથી પ્રતિ ટન 2550 રૂપિયા હતી જેના પર સરકાર દ્વારા દર એક ટકાએ ખેડૂતો માટે 268 રૂપિયાનો વધારો કરવાનું નક્કી કરાયું છે। આ વર્ષે ફેઇર રેવન્યુ પ્રાઇસ માં પ્રતિ ટન 2750 રૂપિયાના વધારા સાથે સરકાર દ્વારા બેઇઝ રિકવરી 10 % વધારી દેવામાં આવી છે અને ખેડૂતોને પણ હવે 275 રૂપિયાનું વધારાનું બોનસ પણ મળશે પરંતુ બેઇઝ રિકવરી કે જે 9.5 ટકા હતું તે વધારીને 10 % કરવાથી કે ફેઇર રેવન્યુ પ્રાઇસ વધારવાથી શું ફાયદો જયારે ખેડૂતોને પોતાના પૈસા મેળવવા માટે મહિનાઓ સુધી રાહ જોવી પડે.

આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પર્ધા કરવી બની વધુ મુશ્કિલ
આંતરરાષ્ટ્રીય બજારમાં ખાંડની કિમંત છેલ્લા ફેબ્રુઆરીથી ઘટી રહી છે અને શેરડીના ઉત્પાદકોને જે રકમ ચુકવણી બાકી રહી ગઈ છે તેનું પણ એક મુખ્ય કારણ બનીને બહાર આવ્યું છે બ્રાઝીલ અને થાઈલેન્ડમાં ખાંડનું ઉત્પાદન વિશેષ થતા ભારતમાં ખાંડની મિલોનો નફો પણ ઘટાડી નાંખ્યો છે અને તેને કારણે ભારતની ખાંડની કિમંત બ્રાઝલની સરખામણીમાં 70થી 80 % વધારે છે જે ભારતને આંતરરાષ્ટ્રીય બજારમાં અન્ય દેશ સામે પ્રતિસ્પર્ધા કરવામાં નબળો પાડે છે ખાંડ ઉદ્યોગને મંદીમાંથી બહાર લાવા માટે સરકાર સબસીડી નિયમિત રૂપથી આપી રહી છે પરંતુ સાથોસાથ ભારતમાં શેરડીના પુષ્કર પાક અને ઉત્પાદનથી પણ મિલો સામે ભારે સંકટ ઉભું થયું છે ઇન્ડિયન સુગર મિલ્સ એસોસિયેશન દ્વારા 2017-18 ના વર્ષ દરમિયાન ભારતમાં ખાંડનું ઉત્પાદનનું જે સંશોધન કર્યું અને જે આંકડા રજુ કર્યા તેમાં ખાંડનું ઉત્પાદન 29.5 મિલિયન ટન સુધી વધારી દીધું છે અને આવી જ ભવિષ્યવાણી વિવેચકો દ્વારા પણ કરવામાં આવી જ છે.

શેરડીને પણ પાણીની વિશેષ અવશ્ક્યતા
ભારતમાં પણ દુકાળના સમયમાં શેરડીના પાક માટે વિશેષ પાણીની જરૂરિયાત હોઈ છે અને ભારતમાં મોન્સૂન નિયમિત હોતું નથી.બ્રાઝીલ અને મોરેશિયસ જેવા દેશો કે જ્યાં પણ શેરડીનું બમ્પર ઉત્પાદન થતું હોઈ છે પણ ત્યાં ચોમાસુ 8 થી 9 મહિના સુધી સક્રિય હોઈ છે જયારે ભારત જેવા દેશમાં બે મહિના જ નિયમિત વરસાદ આવતો હોઈ છે જેને કારણે પણ ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

2019 માં શેરડી બનશે મુખ્ય ચૂંટણીનો મુદ્દો
શેરડીના પૈસાનું ચુકવણું ન થયું હોવાને કારણે ખાંડના મિલ માલિકો અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ જેવી પરિસ્થિતિ છે.ખાંડની મિલોના માલિકો પણ શેરડીને કાપવા માટે મોટી સંખ્યામાં મજ઼દૂરોને નોકરી આપે છે એક અનુમાન અનુસાર એકલા મહારાષ્ટ્રમાં જ સીઝનના પાંચ મકહીના 10 લાખ જેટલા મજદૂરો માત્ર શેરડી કાપવા માટે રાજ્યમાં અને રાજ્ય બહાર જતા હોઈ છે અને ઘણી વખત મિલ માલિકો જ શેરડી કાપવા માટે મજ઼દૂરોને સમયસર વેતન આપતા નથી અને તેમાં જો કોઈ સુધાર નહિ આવે તો 2019ની લોકસભાની ચૂંટણીમાં શેરડી અને ખાંડ ઉદ્યોગ મોટો ચૂંટણીનો મુદ્દો બની શકે તેમ.

કેરાનાનાં પેટા ચૂંટણીમાં જોવા મળી 2019ની ઝલક
ચૂંટણીની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય ઉત્તર પ્રદેશ છે કે જ્યાં સૌથી વધારે શેરડીનું ઉત્પાદનથઇ છે ત્યારે અત્યારથી કેટલાક પ્રારંભિક સંકેત મળવાના શરુ થઇ ગયા છે. જે આગામી લોકસભાની ચૂંટણીમાં અસરકારક ભૂમિકા ભજવી શકે તેમ છે મેં 2018માં મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથની હિન્દૂ યુવા વાહિની દ્વારા અલીગઢ મુસ્લિમ યુનિવર્સીટી માં મોહમ્મદ અલી જિન્હાના ચિત્રનો વિવાદ ઉભો કરીને લોકોનું ધ્યાન કેરાનાનાં પેટા ચૂંટણીમાંથી ધ્યાન અલગ કરવાની કોશિશ કરી પરંતુ આર એલડીના ઉમેદવાર તબસુમ હસન નેખેડૂતોને એ વાત સમજાવી કે જિન્હા નહિ પણ ગનના (શેરડી) ચલેગા અને આ નારા પર જ પેટા ચૂંટણીલડવામાં આવી અને તેમાં શાનદાર જીત પણ મેળવીને ઇતિહાસ પણ રચી દીધો ત્યારે 2019ની ચૂંટણીમાં આ વખતે શેરડી અને ખેડૂતોનો મુદ્દો ફરી એક વખત ચરમ સિમ્હાએ પહોંચે તો નવાઈ નહિ.

SOURCEChiniMandi

1 COMMENT

  1. very good detail report.And I am happy to read the version in gujarati launguage.Yes it is true this time sugarcane will be discuss in the most of the political rally in UP and Maharashtra.congrats for beautiful gujarati news..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here