58 કરોડ લિટર ઈથનોલના ઉત્પાદન સાથે ઉત્તર પ્રદેશ બન્યું દેશનું અવ્વલ ઈથનોલ ઉત્પાદક રાજ્ય

લખનૌ : ઉત્તર પ્રદેશ દેશમાં સૌથી વધુ ઇથેનોલ ઉત્પાદિત રાજ્ય તરીકે ઉભરી આવ્યું છે. રાજ્યભરમાં સ્થાપિત ડિસ્ટિલરી દ્વારા કુલ 58 કરોડ લિટર ઇથેનોલનું ઉત્પાદન થયું છે જે નાય રાજ્યોની સરખામણીમાં ઘણું વધુ છે.

આઈએએનએસ ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, રાજ્ય સરકારના પ્રવક્તાએ જણાવ્યું છે કે, રાજ્યમાં વર્ષ 2020-21માં 58 કરોડ લિટર ઇથેનોલનું ઉત્પાદન થયું છે. તેમણે કહ્યું કે, ખેડૂતોને મોટી રાહત આપતા ઈથેનોલના વેચાણથી શેરડીના ખેડુતોના ખાતામાં રૂ .864 કરોડની વધારાની ચુકવણી મોકલવામાં આવી છે. પેટ્રોલમાં ઇથેનોલ ઉમેરીને, ઉત્તર પ્રદેશ સરકાર ભારતના વિદેશી વિનિમય ભંડોળના કુલ 75.58 મિલિયન ડોલરની બચત કરવામાં સક્ષમ થઈ છે, જે અર્થવ્યવસ્થાને મોટો વેગ આપશે.

ઉત્તર પ્રદેશ સરકાર મિલોને કેન્દ્ર સરકારની ઇથેનોલ સંમિશ્રણ નીતિ હેઠળ વધુને વધુ ઇથેનોલ ઉત્પન્ન કરવા માટે પણ પ્રોત્સાહિત કરી રહી છે. પરિણામે રાજ્યમાં ઇથેનોલનું ઉત્પાદન વિપુલ પ્રમાણમાં વધી રહ્યું છે. તે જ સમયે, ઇથેનોલના ઉત્પાદનમાં વધારા સાથે, સરપ્લસ ખાંડની સમસ્યા પણ ઓછી થતી જોવા મળે છે.

ભારતમાં અત્યારે ઇથેનોલના ઉત્પાદન અંગે ઘણી વાતો ચાલી રહી છે અને છેલ્લા કેટલાક વર્ષોમાં ઉદ્યોગમાં ઘણો બદલાવ આવ્યો છે.

પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયે એક નવીનતમ સુધારામાં જણાવ્યું છે કે, ઇથેનોલ મિશ્રણ 2012- 2013 ના ઇથેનોલ સપ્લાય વર્ષ દરમિયાન 1.53 ટકાથી વધીને ચાલુ ઇથેનોલ સપ્લાય વર્ષ 2020-21માં 7.93 ટકા થઈ ગયું છે.

ઇથેનોલના ઉત્પાદન પર સરકારના ભાર પછી, ઘણી કંપનીઓ ઉદ્યોગમાં રોકાણ કરવા આતુર છે. તાજેતરમાં ઘણી શુગર કંપનીઓએ ડિસ્ટિલરી સ્થાપવાની જાહેરાત કરી છે.

સરકારનું લક્ષ્ય 2025 સુધીમાં પેટ્રોલ સાથે 20 ટકા ઇથેનોલ મિશ્રણ કરવાનું લક્ષ્ય પ્રાપ્ત કરવાનું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here