ઉત્તર પ્રદેશ સરકારનો દાવો: 84% થી વધુ રકમ ચૂકવી દીધી

લખનૌ : ઉત્તરપ્રદેશ સરકારે રાજ્યના 45 લાખ શેરડી ખેડૂતોના બાકીના 84% થી વધુ રકમ ચૂકવવાનો દાવો કર્યો છે, જે છેલ્લા 50 વર્ષમાં સૌથી ઝડપી છે.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં પ્રકાશિત થયેલા સમાચાર અનુસાર, શેરડી વિકાસ વિભાગે જણાવ્યું હતું કે શેરડીના ખેડૂતોને છેલ્લા ચાર વર્ષમાં વહેંચવામાં આવેલી કુલ રકમ આશરે 1,42,650 કરોડ રૂપિયા છે. 2020-2021ની સિઝનમાં 120 ખાંડ મિલોએ રૂ. 33,025 કરોડની કિંમતની 1,028 લાખ ટન શેરડી ખરીદી હતી અને અત્યાર સુધીમાં રૂ. 27,465 કરોડની ચૂકવણી કરી છે. જેમાં 53 મિલોએ 100%ચૂકવણી કરી છે.

શેરડી વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી સંજય ભૂસરેડ્ડીએ જણાવ્યું હતું કે, છેલ્લા 50 વર્ષમાં કોઇ પણ સરકાર દ્વારા કરવામાં આવેલી આ સૌથી મોટી અને સૌથી ઝડપી ચુકવણી છે અને બાકીની ચુકવણી પ્રક્રિયા હેઠળ છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વહેલામાં વહેલી તકે બાકી રકમ ચૂકવવા માટે સૂચનાઓ જારી કરી છે. તેમણે કહ્યું કે, 2017 માં સત્તા પર આવ્યા પછી, રાજ્ય સરકારે એક એસ્ક્રો એકાઉન્ટ બનાવ્યું, જે મિલ પ્રતિનિધિ અને જિલ્લા શેરડી અધિકારી/વરિષ્ઠ શેરડી વિકાસ નિરીક્ષક દ્વારા સંયુક્ત રીતે સંચાલિત થાય છે. નિયમો મુજબ, ખાતામાં મળેલા નાણાંમાંથી 85% ખેડૂતની ચુકવણી માટે રાખવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here