ઈથનોલ ઉત્પાદનમાં પણ ઉત્તર પ્રદેશ દેશમાં અગ્રેસર

લખનૌ: એક બાજુ દેશ વધુને વધુ ઈથનોલના ઉત્પાદન તરફ જોર આપી રહ્યો છે ત્યારે ઉત્તર પ્રદેશ દેશમાં ખાંડના ઉત્પાદનની સાથે ઇથેનોલના ઉત્પાદનમાં પણ આગળ છે. 2019-20માં રાજ્યમાં ડિસ્ટિલેરી 2 થી વધીને 2020-21માં 20 થઈ ગઈ છે. રાજ્ય સરકારે જાહેર કરેલા આંકડા મુજબ ડિસ્ટિલેરીઓમાં 126.1 કરોડ લિટર ઇથેનોલનું ઉત્પાદન થયું છે.

ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ડોટ કોમ પર પ્રકાશિત થયેલા સમાચાર અહેવાલ મુજબ, સરકારના પ્રવક્તાએ કહ્યું કે, જ્યારે પક્ષ 2017 માં સત્તા પર આવ્યો ત્યારે શેરડીની ચુકવણી મુખ્ય મુદ્દો હતો અને સરકારે 24 સુગર મિલના વિસ્તરણ દ્વારા શેરડીની પિલાણ ક્ષમતામાં વધારો કર્યો છે.

સેનિટાઇઝરના ઉત્પાદનને વેગ આપવા માટે શેરડી વિભાગના પગલાથી મિલને રોગચાળાના સમયગાળા દરમિયાન તેમની આવક વધારવામાં મદદ મળી છે. 9 મહિનાના રોગચાળાના સમયગાળા દરમિયાન મિલોએ 1.77 કરોડ લિટર સેનિટાઇઝરનું ઉત્પાદન કર્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here