ઉત્તર પ્રદેશ કિસાન સંગઠને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પત્ર લખ્યો, આંદોલનની ચેતવણી આપી

લખનૌ: એક ખેડૂત સંગઠને રવિવારે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને પત્ર લખીને વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શેરડીના ખેડુતોને વર્ષ 2017 માં આપેલા વચન પૂરા નહીં કર્યાનો આક્ષેપ કરતાં, આવતા મહિને આંદોલન કરવાની ચીમકી આપી હતી.

રાષ્ટ્રીય કિસાન મજૂર સંગઠનના કન્વીનર વી.એમ. સિંહે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને લખેલા પત્રમાં કહ્યું છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 2017 ની વિધાનસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન વચન આપ્યું હતું કે શેરડીના ખેડૂતોની ચુકવણી 14 દિવસની અંદર કરવામાં આવશે, અન્યથા બાકીદારો પર વ્યાજ આપવામાં આવશે, પરંતુ ચાર વર્ષ થયા પણ તે વચન હજુ સુધી પૂર્ણ થયું નથી.

તેમણે પત્રમાં જણાવ્યું છે કે, “વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતોને કહ્યું હતું કે જો અમારી સરકાર આવશે તો અમે શેરડીના ખેડુતોનું 14 દિવસમાં બાકી ચૂકવણું કરીશું, નહીં તો વ્યાજ આપીશું. આ વચનને પાળતાં ખેડુતોએ ભાજપ સરકાર બનાવી હતી પરંતુ ન તો ચુકવણી 14 દિવસમાં મળી હતી અને ન તો વ્યાજનું વચન રાખવામાં આવ્યું હતું. શેરડીના ખેડુતો વડા પ્રધાનના વચન ના અમલ માટે ચાર વર્ષ રાહ જોતા રહ્યા છે.

તેમણે પત્રમાં જણાવ્યું છે કે જો વડા પ્રધાન દ્વારા આપવામાં આવેલ વચન ટૂંક સમયમાં પૂરા ન થાય તો 6 જુલાઈથી 12 જુલાઇ સુધીમાં જિલ્લા મેજિસ્ટ્રેટ કચેરી, નાયબ જિલ્લા મેજિસ્ટ્રેટ કચેરી, તહેસીલ કચેરી અને તમામ જિલ્લામાં ખેડૂત ધરણા કરશે. તે પછી, 15 જુલાઇએ લખનૌમાં શેરડી કમિશનર કચેરીએ આંદોલન કરવામાં આવશે, એમ તેમણે જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here