ઉત્તર પ્રદેશ: ખાંડ મિલોના સહયોગથી 75 જિલ્લાની 79 હોસ્પિટલમાં ઓક્સિજન જનરેટર ઉભા કરાશે

લખનૌ:રાજ્યમાં ઓક્સિજન ડિમાન્ડ પુરી કરવા માટે ઉત્તર પ્રદેશ રાજ્યની યોગી આદિત્યનાથની સરકાર તમામ પ્રયાસ કરી રહી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નિર્દેશ બાદ રાજ્યના આબકારી ણ શેરડી વિકાસ વિભાગ રાજ્યના કોરોના દર્દીઓને બચાવવા માટે હોસ્પિટલમાં ઓક્સિજન જનરેટર લગાવી રહી છે. જેમાં 75 જિલ્લાની 79 હોસ્પિટલ અને આરોગ્ય કેન્દ્રમાં આ સેટ લગાવવામાં આવશે. આ સુવિધા દ્વારા આબકારી અને ખાંડ ઉદ્યોગ વિભાગ લગભગ 3,500 પથારીને ઓક્સિજન સપ્લાય કરી શકશે.

આ ઓક્સિજન જનરેટર સેટ લગાવા માટે દરેક હોસ્પિટલ દીઠ 50 થી 60 લાખનો ખર્ચ થશે જે તે જિલ્લાના કલેક્ટર સંભંધિત આબકારી અધિકારીઓ અને ખાંડ મિલોના સહયોગથી આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. આ મશીનો માટે વિનંતી કરતો એર ઇન્ડિયાને એક પત્ર પણ મોકલવામાં આવ્યો છે, જેથી આ ઓક્સિજન જનરેટરને વહેલી તકે એરલિફ્ટ કરી શકાય. આબકારી, શુગર ઉદ્યોગ અને શેરડી વિકાસ વિભાગના અતિરિક્ત ચીફ સેક્રેટરી સંજય ભુસરેડ્ડીના જણાવ્યા મુજબ, 54 કંપનીઓને ઓક્સિજન જનરેટર સપ્લાય કરવાના આદેશો અગાઉથી જ આપવામાં આવ્યા છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here