ખાંડ ઉત્પાદનમાં ઉત્તર પ્રદેશે બનાવ્યો નવો રેકોર્ડ

ભારતમાં માર્ચ મહિના બાદ કોરોનાને કારણે સર્જાયેલી કટોકરીએ સુગર ઉદ્યોગને પરેશાન તો કરી દીધો જ છે પણ મુશ્કેલીમાં પણ મૂકી દીધો છે, જોકે લોકડાઉન હોવા છતાં સુગર મિલોને શેરડીના પિલાણનું કામ ચાલુ રાખ્યું છે. જો આપણે મહારાષ્ટ્રની વાત કરીએ, તો રાજ્યમાં માત્ર એક જ સુગર મિલ હાલ ચાલી રહી છે, જ્યારે ઉત્તર પ્રદેશમાં હજી પણ ઘણી સુગર મિલો પીલાણનું કામ કરી રહી છે.

આ સિઝનમાં વધુ શેરડી મળવાના કારણે ઉત્તર પ્રદેશની સુગર મિલોએ ખાંડના ઉત્પાદનમાં નવો રેકોર્ડ બનાવ્યો છે. ઇસ્મા દ્વારા પૂરા પાડવામાં આવેલા આંકડા મુજબ, ઉત્તર પ્રદેશ સુગર મિલોએ 15 મે 2020 સુધીમાં 122.28 લાખ ટન ખાંડનું ઉત્પાદન કર્યું છે, જે ગયા વર્ષે સમાન તારીખે 116.80 લાખ ટન ઉત્પાદન કરતાં 5.48 લાખ ટન વધારે છે.

આ ઉત્પાદન, રાજ્યમાં અત્યાર સુધીનું સૌથી વધુ ખાંડનું ઉત્પાદન છે, જે વર્ષ 2017-18ની ખાંડની સિઝનમાં 120.45 લાખ ટનથી વધુનું ઉત્પાદન કર્યું હતું.ચાલુ વર્ષમાં 119 મીલોમાંથી 73 મિલોએ પોતાની કામગીરી પુરી કરી લીધી છે. જયારે 46 મિલો હજુ કાર્યરત છે.જે છેલ્લા વર્ષમાં આજ સમયે 28 મિલો ચાલુ હતી.

પૂર્વી ઉત્તરપ્રદેશની મિલોએ તેમના પીલાણ કામગીરી બંધ કરી દીધી છે. આશરે 40 ટકા મિલો મધ્ય ઉત્તર પ્રદેશમાં કાર્યરત છે, જ્યારે લગભગ 70 ટકા પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં કાર્યરત છે. મોટાભાગની ઓપરેટિંગ મિલો આ મહિનાના અંત સુધીમાં બંધ થવાની ધારણા છે, જોકે, કેટલીક મિલો જૂન 2020 ના પ્રથમ સપ્તાહ સુધી સુધી ચાલુ રહી શકે છે.

રાજ્યમાં પિલાણની મોસમ લાંબી રહી છે કારણ કે લોકડાઉનને કારણે મોટાભાગના ગુર / ખાંડસારી એકમોએ તેમનું કામકાજ બંધ કરી દીધું છે અને શેરડી સુગર મિલોને મોકલી દેવાઈ છે, જેના કારણે મિલો વધુ શેરડી પીલાણ માટે આ સિઝનમાં આવી હતી અને ખાંડના ઉત્પાદનમાં પણ વધારો જોવા મળ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here