દેશની સીમા પર ભારત ચીન સૈન્યની હિંસક અથડામણ

150

ભારત અને ચીન વચ્ચે હાલ તણાવ વધતો જાય છે.લદાખમાં LAC પર ભારત અને ચીનના સૈનિકો વચ્ચે હિંસક મુઠભેડ થઈ છે.આ અથડામણ દરમિયાન ગલવાન ઘાટીમાં એક અધિકારી અને બે સૈનિક શહીદ થયા છે. મીડિયા રિપોર્ટ અનુસાર આ અથડામણમાં ચીનના સૈનિકો પણ માર્યા ગયા છે. ભારતીય સૈન્ય અનુસાર સોમવારે રાત્રે આ અથડામણ થઈ હતી.

ભારત અને ચીન વચ્ચે લગભગ એક મહિનાથી સીમા વિવાદ ચાલુ છે.આ વિવાદને વાતચીતના માધ્યમથી હલ કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે.બંને પક્ષ તરફથી સતત વાતચીત ચાલુ હતી એ દરમિયાન આ મોટી ઘટના સામે આવી છે.

આજે સરકાર દ્વારા એવું પણ જાહેર કરવામાં આવ્યું છે કે ચીન અને ભારત વચ્ચે આજે ફરી સવારે વાતચીત થઇ હતી અને ચર્ચા દ્વારા જ ઉકેલ લેવાની વાત કહેવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here