મહારાષ્ટ્ર્રના ડેમોમાં ગતવર્ષના સમાન ગાળાની સરખામણીંમાં પુષ્કળ પાણી ઉપલબ્ધ

70

શેરડીના ખેડૂતો માટે એક સારા સમાચાર એ છે કે આ વર્ષે મહારાષ્ટ્રના ડેમોમાં પાણીની ઉપલબ્ધતા વિશાલ બચવા પામી છે.ગતવર્ષની સરખામણમાં હાલના સમયે પાણીનો જથ્થો ઘણો વધારો હોવાનું ચિત્ર બહાર આવ્યું છે.મહારાષ્ટ્રના દુષ્કાળગ્રસ્ત મરાઠાવાડા ક્ષેત્રમાં 964 જળાશયોમાં પાણી 49.79 ટકા જેટલું રહ્યું હતું, રાજ્યના સિંચાઇ વિભાગના આંકડા મુજબ.ગયા વર્ષના સપ્ટેમ્બર-ઓક્ટોબર દરમિયાન પૂરતા વરસાદને કારણે ગત વર્ષના સમાન ગાળામાં માત્ર 5.97 ટકા હતો.

આ વિસ્તારના જળાશયોમાં સૌથી મોટો ગોદાવરી નદી પરનો જયકવાડી ડેમ73.33 ટકા ભરેલો છે, જે ગયા વર્ષના સમાન સમયગાળા દરમિયાન ‘શૂન્ય સંગ્રહ’ હતો તેમ આંકડા દર્શાવે છે.

પ્રદેશના મુખ્ય જિલ્લાઓમાંના એક લાતુરને પાણી પહોંચાડતું મંજારા ડેમ ગયા વર્ષે જેવો હતો તેટલો જ ‘ઝીરો સ્ટોરેજ’ ની સપાટીએ છે, તેવું બહાર આવ્યું છે.

સિંચાઇ વિભાગની વેબસાઇટ મુજબ,મુખ્ય ડેમોમાં પાણીની ઉપલબ્ધતા .61.64 ટકા છે, જે ગયા વર્ષના સમાન દિવસે 3.13 ટકાની સામે હતી, મધ્યમ ડેમોમાં39.05 ટકા, જ્યારે ગયા વર્ષના 10.68 ટકાની સામે હતી, નાના જળાશયોમાં 26.47, જે ગયા વર્ષે 10.23 ટકા હતા.

જોકે, જળસંચય નિષ્ણાત પ્રદીપ પુરંદરેએ જણાવ્યું હતું કે ઘણી વિતરણ ચેનલોમાં રીપેરીંગ બાકી હોવાને કારણે પરિસ્થિતિ હજી વિકટ છે.

“ડેમોમાં આ ઉચ્ચ સ્તરનું પાણી બતાવે છે કે આપણે સિંચાઈ માટે પૂરતા પ્રમાણમાં ઉપયોગ કરી રહ્યા નથી. આ ઊંચી ઉપલબ્ધતાથી શેરડીના વાવેતરમાં પણ વધારો થઈ શકે છે જેને ઘણા પાણીની જરૂર પડે છે.”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here