હરિયાણામાં શેરડી સહિત હજારો એકરમાં પાકમાં પાણી ભરાયાઃ ભૂપિન્દર સિંહ હુડ્ડા

સોનીપત: કૈથલ, હિસાર, ભિવાની, અંબાલા, સિરસા, રોહતક, જીંદ, સોનીપત, કુરુક્ષેત્ર, કરનાલ અને ફતેહાબાદમાં હજારો એકર શેરડી, ડાંગર, કપાસ અને જુવારનો પાક ડૂબી ગયો છે, એમ હરિયાણાના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ભૂપિન્દર સિંહ હુડ્ડાએ જણાવ્યું હતું.

હુડ્ડાએ રાજ્ય સરકાર પાસેથી ખેતરોમાં પાણી ભરાઈ જવાની સમસ્યાના તાત્કાલિક નિરાકરણની માંગ કરી હતી. હુડ્ડાએ કહ્યું કે એક અઠવાડિયાથી વધુ સમય વીતી ગયો છે પરંતુ સરકારે ખેતરોમાંથી વધારાનું પાણી દૂર કરવા માટે કોઈ પગલાં લીધા નથી. આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને લઈને ખેડૂતોને ચિંતા સતાવી રહી છે કે સમસ્યા વધુ વકરી શકે છે. પાણી ભરાવાથી ડાંગર, કપાસ, શેરડી અને જુવાર સહિતના પાકોના ઉત્પાદન પર મોટી અસર પડશે. તેમણે કહ્યું કે સરકારે ખેડૂતોને તાત્કાલિક વળતર આપવું જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here