માત્ર ઓગસ્ટ મહિનામાં પ્રથમ 18 દિવસમાં જ દેશભરમાં ભારે વરસાદના 1208 જેટલી ઇવેન્ટ હવામાન ખાતાએ રજીસ્ટર્ડ કરી

128

દેશભરમાં ભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે આ વર્ષે માત્ર ઓગસ્ટ મહિનામાં જ 1204 વખત ભારે વરસાદ નોંધવામાં આવ્યો છે જે છેલ્લા પાંચ વર્ષમાં સૌથી વધારે છે અને આ ફિગર ગત વર્ષ કરતા ડબલ છે.

હવામાન ખાતાના હાલ 3500 જેટલા સ્ટેશન કાર્યરત છે અને ત્યાં આ અંહિનામાં જ ભારેથી અતિ ભારે વરસાદના જે બનાવો નોંધવામાં આવ્યા છે તે સૌથી વધુ છે અને 24 કલાક દરમિયાન જે આંકડા નોંધાયા છે તેમાં 120 એમએમ થી લઇ 210 એમએમ વરસાદ નોંધાયો છે જે ભારે વરસાદની કેટેગરીમાં આવે છે।
ભારતમાં 210 એમએમ વરસાદ ભારે વરસાદની કેટેગરીમાં આવે છે જયારે 210 ઉપર વરસાદ પડે તો તે અતિ ભારે વરસાદની કેટેગરીમાં આવે છે અને હવામાન ખાતાના જણાવ્યા અનુસાર આ વર્ષે ચોમાસુ સારું એટલે કે નોર્મલ રહ્યું છે પણ અતિવૃષ્ટિ સમાન વરસાદ પણ જોવા મળ્યો છે.હવામાન ખાતાના જાણવા અનુસરે 914 વખત ભારે વરસાદનો કેટેગરી દેશભરમાં જુલાઈ મહિનામાં પણ નોંધાઈ હતી જે પણ સૌથી વધુ છે.

હવામાન ખાતાના ક્લાઈમેટ રિસર્ચ ડિવિઝનના ડિરેક્ટર અરવિંદ સાવંતના કહેવા અનુસાર આ વર્ષે 22 જૂન પછી મોન્સૂન ભારે સક્રિય બની ગયું હતું।
હવામાન ખાતાના ભૂતપૂર્વ ડિરેક્ટર કે જે રમેશના જણાવ્યા અનુસાર છેલ્લે એક દાયકાથી ગ્લોબલ વોર્મિંગનો સમાય વધારે જોવા મળ્યો છે જે લો પ્રેસર સર્જે તો 400 એમ એમ સુધી વરસાદ લાવી દે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here