ઘઉંના ભાવમાં વધારો: દેશમાં ઘઉંના ભાવ આસમાને કેમ છે? ગયા વર્ષની સરખામણીમાં 16% વધ્યો ભાવ, જાણો કારણ

NCR, ઉત્તરપ્રદેશ અને બિહારના ઘણા ભાગોમાં ઘઉંના ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂ.3000ને પાર કરી ગયા છે. તેનું કારણ પૂર્વ ભારતમાં અનાજની અછત છે. અનાજના વ્યવસાય સાથે જોડાયેલા લોકો અને વેપારીઓએ આ વાતની પુષ્ટિ કરી છે.

બજારના નિષ્ણાતો માને છે કે કેન્દ્ર સરકારે હજુ સુધી OMSS (ઓપન માર્કેટ સેલ સ્કીમ) હેઠળ ખુલ્લા બજારમાં ઘઉંના વેચાણની પહેલ કરી નથી. જેના કારણે ઘઉંના ભાવ રોજે રોજ નવી ઉંચાઈએ પહોંચી રહ્યા છે. રોલર ફ્લોર મિલ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા (RFMFI)ના પ્રમુખ પ્રમોદ કુમાર માને છે કે ખુલ્લા બજારમાં ઘઉં નથી. પૂર્વ ભારતમાં ઘઉં પણ ઉપલબ્ધ નથી. જ્યારથી કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ ઘઉંની ફાળવણી બંધ કરી છે ત્યારથી ખુલ્લા બજારમાં તેની માંગ વધી છે.

ઉત્તર પ્રદેશમાં ઘઉંના ભાવ રોજે રોજ નવી ઊંચાઈએ પહોંચી રહ્યા છે. દેશનો ઉત્તરીય પ્રાંત ઘઉંની અછતનો સામનો કરી રહ્યો છે. દક્ષિણ ભારતના એક બિઝનેસમેને નામ ન આપવાની શરતે આ વાત કહી હતી. દિલ્હી સ્થિત એક વેપારીના જણાવ્યા અનુસાર, ઘઉંના સૌથી મોટા ઉત્પાદક યુપીને તે ગુજરાતમાંથી ખરીદવું પડે છે. બજાર સાથે જોડાયેલા લોકોના જણાવ્યા અનુસાર ઉત્તર પ્રદેશમાં ઘઉંના ભાવ 3050 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ સુધી પહોંચી ગયા છે. અને રાજસ્થાનમાં આ અનાજ 2800 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે વેચાઈ રહ્યું છે. મેલર્સે ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ અલગથી ઉઠાવવો પડે છે.

કૃષિ મંત્રાલયના એકમ એગમાર્કેટના ડેટા અનુસાર, 8 જાન્યુઆરીએ ઘઉંની કિંમત 2788 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ પર પહોંચી ગઈ હતી. જે ગયા વર્ષની સરખામણીમાં લગભગ 20 ટકા વધુ છે. ગ્રાહક બાબતોના મંત્રાલયના ડેટા અનુસાર, છૂટક બજારમાં ઘઉંની કિંમત 31.17 રૂપિયા પ્રતિ કિલોની આસપાસ છે, જે પાછલા વર્ષની સરખામણીમાં 15.76 ટકા વધારે છે. જ્યારે ઘઉંનો લોટ 37.03 રૂપિયા પ્રતિ કિલો છે. ગત વર્ષની સરખામણીએ તેમાં 18.5 ટકાનો વધારો નોંધાયો છે.

2022ની રવિ સિઝનમાં 2015 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના નિર્ધારિત લઘુત્તમ ટેકાના ભાવની સરખામણીમાં ઘઉંના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. વર્ષ 2023ની ખરીફ સીઝન માટે લઘુત્તમ ટેકાના ભાવને વધારીને 2125 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવ્યો છે.

વેપાર વિશ્લેષકના જણાવ્યા અનુસાર, અનાજ, ખાસ કરીને ઘઉં અને ચોખાના કિસ્સામાં સપ્લાય-સાઇડ સમસ્યાઓ છે. આ સ્થિતિ ઉત્પાદનના આંકડા પર પણ શંકા પેદા કરે છે. ઉદાહરણ તરીકે, પશ્ચિમ બંગાળ પુરવઠાના અભાવને કારણે તેના 60 લાખ ટન અનાજની ખરીદીના લક્ષ્યાંક સામે અત્યાર સુધીમાં માત્ર 20 લાખ ટન અનાજની ખરીદી કરી શક્યું છે.

વેપાર વિશ્લેષકો માને છે કે ફુગાવાના આંકડા પર નજર કરીએ તો જાણવા મળે છે કે અનાજના ભાવ સતત વધવાને કારણે મુખ્ય ફુગાવાના દરમાં ઘટાડો થયો નથી. નિષ્ણાતોના મતે આગામી પખવાડિયા સુધીમાં ઘઉંની કિંમત 3300 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ સુધી પહોંચી શકે છે. આ સ્થિતિ ફેબ્રુઆરીના અંત સુધી અથવા માર્ચની શરૂઆત સુધી ચાલુ રહી શકે છે. ત્યાં સુધીમાં ઘઉંનો નવો પાક ગુજરાતના બજારમાં આવી જશે.

RFMFIના પ્રમોદ કુમારના જણાવ્યા અનુસાર, ઉત્તર પ્રદેશ અને અન્ય ઉત્તરીય રાજ્યોમાં ઘઉંના પાકનું આગમન માર્ચના અંત સુધીમાં શરૂ થશે. આ સ્થિતિમાં કેન્દ્ર સરકારે તેના ક્વોટા સ્ટોક માંથી OMSS યોજના હેઠળ અનાજનું વેચાણ કરવું પડી શકે છે. ઘઉંના વેપારીઓના મતે કેન્દ્ર સરકાર ખાસ કરીને PMGKAYને ધ્યાનમાં રાખીને બજાર પર ચાંપતી નજર રાખી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here