53,256 નવા કેસ સાથે ભારતમાં 88 દિવસમાં સૌથી ઓછા કોરોના કેસ નોંધાયા

71

ભારતમાં છેલ્લા 24 કલાકમાં 53.256 નવા કેસ આવ્યા હતા જે છેલ્લા 88 દિવસમાં નોંધાયેલા સૌથી ઓછા કેસ છે. આ સાથે ભારતમાં કુલ કેસની સંખ્યા 2,99,34,221 પર પહોંચી ગઈ છે. જોકે છેલ્લા 24 કલાકમાં ફરી એક વખત 78 હજારથી વધારે દર્દીઓ સાજા થતા રિકવરી રેટમાં પણ ભારે વધારો નોંધાયો છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં 78,190 દર્દી રિકવર થયા હતા.આ સાથે ભારતમાં કોરોનાથી સાજા થનાર દર્દીઓની સંખ્યા 2,88,44,199 પર જોવા મળી રહી છે. હાલ ભારતમાં એક્ટિવ કેસની સંખ્યા 7,02,889 થવા પામી છે જે છેલ્લા 87 દિવસમાં સૌથી ઓછા છે.

જોકે કોરોનાથી દરરોજ થતા મૃત્યુ ની સંખ્યા ચિંતાજનક છે. ભારતમાં ગઈકાલે1,422 લોકોના મોત નિપજ્યા હતા જેને કારણે કુલ મૃતકોની સંખ્યા 3,88,135 પર પહોંચી છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં 30,30,996 લોકોને કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં ભારતમાં કુલ 28,00,36,898 ડોઝ આપી દેવાયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here